સામે આવ્યો કોરોના કરતા ઘાતક વાઈરસ, ટપોટપ થશે લોકોના મોત

WORLD

ઓમિક્રોન પછી હવે કોરોનાના નવા વેરિઅન્ટ નિયોકોવે વિશ્વની ચિંતા વધારી છે. વુહાનના વિજ્ઞાનીએ તે સંબંધમાં મોટા દાવા કર્યા છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે નવો વેરિઅન્ટ દક્ષિણ આફ્રિકાના ચામાચીડિયામાં મળી આવ્યો છે. તે વેરિઅન્ટનો સંક્રમણ અને મૃત્યુદર બન્ને વધુ હોય છે. પ્રત્યેક ત્રણ દર્દીએ એક દર્દીનું મૃત્યુ થઈ શકે છે તેવી આશંકા પણ વ્યક્ત કરી છે. વુહાન એ શહેર છે કે જ્યાંથી 2020માં કોરોના મહામારી ફેલાઈ હતી.

નિયાકોવ વાઇરસ દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં જોવા મળ્યો છે. હાલમાં આ વાઇરસ પક્ષીઓમાં જ જોવા મળ્યો છે. પરંતુ બાયોરેક્સિવ વેબસાઇટમાં પ્રકાશિત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વાઇરસ અને તેનું નજીકનું રૂપ પીડીએફ-2180-કોવ માનવીને પણ સંક્રમિત કરી શકે છે.

રશિયન સમાચાર એજન્સી સ્પુતનિકના જણાવ્યા મુજબ આ વેરિઅન્ટ નવો નથી. તે કોરોના વેરિઅન્ટ મર્સ કોવ વાઇરસ સાથે સંકળાયેલો છે. સૌથી પહેલાં વર્ષ 2012 અને 2015માં પશ્ચિમ એશિયાઈ દેશોમાં તેના દર્દી જોવા મળ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં પણ ચામાચીડિયામાં આ વાઇરસ જોવા મળ્યા હતા. સંશોધકોના જણાવ્યા મુજબ નિયોકોવ અને તેનો સહયોગી વાઇરસ પીડીએફ -2180 કોવ માનવીઓને સંક્રમિત કરી શકે છે. વુહાન યુનિવર્સિટી અને ચાઇના અકાદમી ઓફ સાયન્સના સંશોધકોના જણાવ્યા મુજબ નવા વાઇરસથી માનવીની કોશિકાને સંક્રમિત કરવા માટે માત્ર એક મ્યૂટેશનની જરૂર છે.

માનવીમાં સંક્રમણ ફેલાવાની શક્યતા ઓછી: રશિયા

જોકે, રશિયાના વાયરોલોજી અને બાયોટેક્નોલોજી વિભાગનું કહેવું છે કે હાલમાં આ વેરિઅન્ટનું સંક્રમણ માનવીમાં ફેલાવાની શક્યતા ઓછી છે. હાલમાં સવાલ એ નથી કે આ વાઇરસ માનવીને સંક્રમિત કરે છે કે નહીં, પરંતુ તેના જોખમો અને ક્ષમતા વિશે વધુ અભ્યાસ અને તપાસ થવી જરૂરી છે.

અત્યારસુધી ઓમિક્રોનના સબસ્ટ્રેનની દહેશત હતી

આ નવા સ્ટ્રેન પહેલાં ઓમિક્રોનના સબસ્ટ્રેન (બીએ.2)ની દહેશતને કારણે જગતની ઊંઘ ઊડી ગઈ હતી. ઓમિક્રોનના આ સબસ્ટ્રેનનો ખતરો એટલા માટે વધુ હતો કે આરટી-પીસીઆર ટેસ્ટ પણ તેને પકડી નહોતો શકતો. આ વેરિઅન્ટ અત્યારસુધીમાં ભારત સહિત 40 દેશોમાં હાજરી પુરાવી ચૂક્યો છે. માનવામાં આવે છે કે તે વેરિઅન્ટ ખૂબ ઝડપથી વિશ્વના દેશોમાં ફેલાઈ રહ્યો છે.

અત્યારસુધીના પાંચ ચિંતાજનક વેરિઅન્ટ

વિશ્વ આરોગ્ય સંગઠન સમયાંતરે સમીક્ષા કરીને તેને ચિંતાજનક વેરિઅન્ય તરીકે જાહેર કરતું હોય છે. અત્યારસુધીમાં WHO આવા પાંચ વેરિઅન્ટને ચિંતાજનક જાહેર કરી ચૂકી છે. તેમાં સપ્ટેમ્બર 2020માં બ્રિટનમાં સામે આવેલા આલ્ફા ( બી1.1.7) વાઇરસ, મે 2020માં દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા બીટા ( બી.1.351) વાઇરસ, નવેમ્બર 2020માં બ્રાઝિલમાં સામે આવેલા ગામા (પી.1) વેરિઅન્ટ, ભારતમાં ઓક્ટોબર 2020માં દેખા દીધા હતા તે ડેલ્ટા ( બી.1.617.2) વાઇરસ તેમ જ તે પછી સામે આવેલા ઓમિક્રોન ( બી.1.1.529) નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published.