મારી વય ૨૧ વર્ષની છે. પરંતુ હજી સુધી મને દાઢી અને મૂછ ઉગ્યા નથી. શું હસ્તમૈથુનને કારણે આ સમસ્યા ઉદ્ભવી શકે છે ખરી?
એક યુવક (અમલસાડ)
હસ્તમૈથુનને કારણે આ સમસ્યા ઉદ્ભવતી નથી. ઉલટાનું દાઢી-મૂછ જલદીથી ઊગે છે. તમારે કોઈ એન્ડોક્રિનોલોજીસ્ટની સલાહ લઈ હોર્મોનની અછત નથી એ જાણી લેવું જરૂરી છે.
મેં વાચ્યું છે કે કોર્ડલીવર ઑઈલની ગોળી લેવાથી તાકાત વધે છે અને કોલેસ્ટ્રોલ ઘટે છે. શું આ વાત સાચી છે?
એક યુવક (વડોદરા)
કોર્ડલીવર ઓઈલની કેપ્સ્યુલમાં માછલીનું તેલ હોવાથી એમાં વિટામીન ‘એ’ની માત્રા પુષ્કળ પ્રમાણમાં છે. બજારમાં સેવન સી નામે મળતી ગોળીઓ દિવસમાં બે વાર વધુમાં વધુ એક મહિના સુધી લઈ શકાય છે. પરંતુ ડૉક્ટરની સલાહ વગર લાંબા સમય સુધી વિટામિન ‘એ’ની ગોળી લેવાથી વિટામિન શરીરમાં એકઠું થઈ જવાથી માથું દુઃખવું, વાળ ઉતરવા તેમજ લીવરની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે.
હું ૨૩ વર્ષની પરિણીત મહિલા છું. સમાગમ સમયે મારી યોનિમાંથી પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી સ્ત્રવે છે. આ કારણે મારા પતિને સમાગમનો આનંદ થતો નથી. યોગ્ય ઉપાય બતાવવા વિનંતી.
એક પત્ની (નડીયાદ)
* યોનિમાંથી સ્ત્રાવ ઝરવાની સમસ્યા ચેપને કારણે હોઈ શકે છે. તમે કોઈ નિષ્ણાત ગાયનેકની સલાહ લઈ જુઓ. ઈન્ફેક્શનને કારણે સ્ત્રાવ ન ઝરતો હોય તો ડૉક્ટરની સલાહ અનુસાર સમાગમ પૂર્વે કોઈપણ એક એન્ટી હિસ્ટામાઈન લઈ જુઓ.