સમાગમમાં કોન્ડમનો ઉપયોગ નથી પસંદ? તો પુરૂષો માટે આ વસ્તુઓ છે વરદાન.

Uncategorized

પ્રશ્ન: હું ૪૨ વર્ષનો પરિણીત પુરુષ છું. મારી પત્નીની ઉંમર ૩૭ વર્ષની છે. અમારે ૧૯ વર્ષનો પુત્ર અને ૧૪ વર્ષની પુત્રી છે. અમારું પરિણીત જીવન સુખી છે. સમાગમ (સંભોગ) પહેલાંની પ્રક્રિયામાં થોડો સમય કાઢ્યો તો શિશ્નમાંથી પાતળી લાળ જેવું પ્રવાહી નીકળે છે. મારી આ સમસ્યા માટે યોગ્ય ઇલાજ સૂચવવા વિનંતી. એક પુરુષ (નાસિક)

ઉત્તર: અમુક વ્યક્તિઓમાં મનગમતી વ્યક્તિ જુએ અને કામેચ્છા વધુ જાગ્રત થાય તો આ પ્રમાણે લાળ આવી શકે એ પણ એક સ્વાભાવિક વસ્તુ છે. એ બીમારી નથી એટલે એનો કોઈ અલાજ નથી. લાળ દરેક વ્યક્તિમાં આવે એ જરૂરી નથી. આ લાળ ૫૫-૬૦ વર્ષની ઉંમર સુધી આવી શકે છે અને ત્યાર પછી વિશેષ જોવા નથી મળતી.

સ્ત્રીમાં યોગ્ય કામેચ્છા જાગ્રત થાય અને તે ઉત્તેજિત થાય તો જેમ પુરુષની ઇન્દ્રિયનું ઉત્થાન થાય છે એ જ પ્રમાણે સ્ત્રીના યોનિમાર્ગમાં ચીકણાહટ પેદા થાય છે. પરાકાષ્ઠા વખતે ઘણાખરા પુરુષોમાં આનંદની અનુભૂતિ થાય છે અને સાથે – સાથે વીર્યસ્ખલન થાય છે, જ્યારે સ્ત્રીઓમાં માત્ર આનંદની અનુભૂતિ થાય છે અને વીર્યસ્ખલન નથી થતું.

પ્રશ્ન: મને અસ્થમાની બીમારી છે. તો ભવિષ્યમાં હું લગ્ન કરું તો મારી પત્ની અને બાળકોને પણ અસ્થમા થઈ શકે? એક પતિ (અમદાવાદ)

ઉત્તર: તમારી પત્નીને અસ્થમા થવાની કોઈ શક્યતા નથી, કે અસ્થમા ચેપી બીમારી નથી. એ બાળકોને થવાની શક્યતા પણ ઘણી ઓછી છે. તમને જો ડાયાબિટીઝ જેવી બીમારી હોય તો જે વ્યક્તિને ડાયાબિટીઝ ન હોય એવી વ્યક્તિનાં બાળકો કરતાં તમારાં બાળકોમાં ડાયાબિટીઝની સમસ્યા આવવાની શક્યતા થોડીક વધુ રહે છે. અસ્થમાવાળી વ્યક્તિને સેકસની સમસ્યાઓ થવાની પણ કોઈ શક્યતા નથી રહેતી.

ક્યારેક જો દમ જેવું વધુ લાગે તો સમાગમ પહેલાં પંપથી અમુક નિર્દોષ દવા લેવાથી સમાગમ વખતે પણ કોઈ સમસ્યા સર્જવાની શક્યતા નથી. અસ્થમામાં યોગાભ્યાસ કરવામાં આવે અને તમારી પ્રકૃતિને સમજીને યોગ્ય આહાર આપવામાં આવે તો અસ્થમાને મહદંશે કાબૂમાં કરી શકાય છે. અસ્થમા સાથે સેક્સને કોઈ સીધો સંબંધ નથી, પણ ઘણી વખત જો વ્યક્તિને હાંફ ચડતી હોય તો એ સમાગમમાં બાધારૂપ બની શકે. અર્વાચીન યુગમાં આ સમસ્યા સહેલાથી નિવારી શકાય એવી દવાઓ કુશળ ડોકટરો અને વૈદ્યો પાસે ઉપલબ્ધ છે.

પ્રશ્ન: મારી ઉંમર ૩૨ વર્ષની છે અને મારી પત્ની ૩૧ વર્ષની છે. અમે સમાગમ કરતી વખતે કોન્ડોમ (નિરોધ)નો ઉપયોગ કરીએ છીએ. મારે જાણવું છે કે ગર્ભ ન રહે એ માટે કોન્ડોમ સિવાય સ્ત્રી અને પુરુષ માટે બીજો વિકલ્પ કયો છે? એક યુવક (આણંદ)

ઉત્તર: પુરુષ માટે કોન્ડોમ સિવાય બીજી કોઈ સુરક્ષિત ગર્ભનિરોધક પદ્ધતિ નથી. સ્ત્રી માટે ગર્ભનિરોધક ગોળી ઉપલબ્ધ છે. એમાં તમે જે ગર્ભનિરોધક ગોળીમાં લો ડોઝ હૉર્મોન હોય એ લઈ શકો છો. તમારી પત્નીએ માસિકપાળી પૂરી થાય પછી રોજ રાત્રે એક ગોળી લેવી અને એક પેકેટમાં જેટલી ગોળી હોય એ બધી પૂરી કરવી.

ગોળી પૂરી થયા પછી લગભગ અઠવાડિયામાં ફરી માસિકપાળી આવી જશે. ફરી પાછી માસિકપાળી પૂરી થાય એટલે ગોળી લેવાનું શરૂ કરી દેવું. ગોળી લેવાનું પહેલી વાર શરૂ કરો ત્યારે એક અઠવાડિયા સુધી નિરોધનો ઉપયોગ કરવો જરૂરી છે. બીજી સાઈકલમાં ગોળી લો ત્યારે પહેલા દિવસથી જ તમે સંપૂર્ણ રીતે સુરક્ષિત બની જાઓ છો અને પછી નિરોધની આવશ્યકતા નથી રહેતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *