સમાગમ કરતી વખતે હું જૂની gfનું નામ બોલી ગયો તો હવે પત્ની મને અડવા પણ નથી દેતી,હું એને કેમનો સમજાવું

GUJARAT

પ્રશ્ન : મારા પતિ કામમાં બહુ વ્યસ્ત રહે છે. તેઓ હંમેશા પોતાના કામમાં ગળાડૂબ રહે છે અને તેમની પાસે પરિવાર માટે પણ સમય નથી. તેમની રજાનો અડધો દિવસો તો ફોન પર જ પસાર થાય છે. હું હવે આ સ્થિતિથી કંટાળી ગઇ છું અને આની અસર અમારા પારિવારિક જીવન પર પડી રહી છે. હું મારા લગ્નજીવનને કઇ રીતે બચાવી શકું? એક મહિલા (સુરત)

ઉત્તર : જો તમારા પતિ અત્યંત વ્યસ્ત જીવનને કારણે પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ વચ્ચે તાલમેલ ન જાળવી શકતા હોય એના કારણે લગ્નજીવનમાં સમસ્યા ઉભી થઇ શકે છે. આ સંજોગોમાં પત્નીની જવાબદારી વધી જાય છે. પત્ની જ સમાજદારી દાખવીને રસ્તો કાઢી શકે છે. આ સંજોગોમા પતિ પર અકળાવાને બદલે તેના પર વધારે ધ્યાન આપો.

નાની મોટી કૌટુંબિક પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે તેમની સલાહ લો. ક્રમશ: તેમના વર્તનમાં ચોક્કસ બદલાવ આવશે. પતિ જો બહુ વ્યસ્ત હોય તો જ્યારે નવરાશનો સમય હોય ત્યારે તેમની પાસે સમસ્યાઓનું પોટલું ખોલીને બેસી ન બેસો. આ સમયનો ઉપયોગ તમારા વ્યક્તિગત સંબંધોને મજબૂત બનાવવા માટે કરો. આટલું કર્યા પછી તમારી વચ્ચેની સમસ્યાઓ ચોક્કસ ઓછી થશે.

પ્રશ્ન : મારી ગર્લફ્રેન્ડનો સ્વભાવ પીરિયડ્સ દરમિયાન ચીડિયો થઇ જાય છે. એ સમયે તેને મારી દરેક વાત ખરાબ લાગે છે અને અમારી વચ્ચે બહુ ઝઘડા થાય છે. એ સમયે તેની સાથે કઇ રીતે વર્તન કરું? એક યુવક (આણંદ)

ઉત્તર : પીરિયડ્સનો સમય મહિલાઓ અને યુવતીઓ માટે ખૂબ જ પીડાદાયક હોય છે. આ દરમિયાન માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ તણાવ આવે છે અને સ્વભાવ ચીડિયો થઈ જાય છે. જેના કારણે ઘણી વખત પાર્ટનર વચ્ચે માથાકૂટ થઈ શકે છે. પાર્ટનરના મૂડને સરખો કરવા માટે લાઈટ મ્યૂઝિક પ્લે કરો. પાર્ટનરને ખૂબ પ્રેમ આપો. તેમને અનુભવ કરાવો કે તમને પણ તેની ચિંતા છે.

દરેક વાત સાંભળવા તૈયાર રહો, પીરિયડ્સ દરમિયાન કેવું ફીલ થાય છે એ કોઇ મહિલા સિવાય કોઇ સમજી શકતું નથી. આ સમયે તમારી ગર્લફ્રેન્ડને ખુશ રાખો અને તેની દરેક વાત સાંભળવા તૈયારી રાખો. પીરિયડ્સમાં શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થાય છે. હોર્મોનમાં ચેન્જ આવવાથી મહિલા પાર્ટનરનો મૂડ સ્વિંગ થયા કરે છે. આ સ્થિતિને સમજો અને તેના પર ગુસ્સો ન કરો.

આ સમયે તેની સાથે લડાઈ-ઝઘડો ન કરવો અને તેની તાકાત બનો. તેને પૂરો આરામ આપો. આ સમયે તેમને તમારા માનસિક સપોર્ટની જરૂર હોય છે. પીરિયડ્સ દરમિયાન રક્તસ્ત્રાવ થતો હોવાના કારણે શરીરમાં લોહીની સાથે સાથે પાણીની ઉણપ થઈ જાય છે. આવી સ્થિતિમાં પાર્ટનરને ખૂબ વધારે પાણી, જ્યૂસ અને અન્ય પ્રવાહી પદાર્થ પીવડાવો. બોડી જેટલી વધારે હાઈડ્રેટેડ રહેશે દુખાવો તેટલો ઓછો થશે. જો તમે બે-ચાર દિવસ તમારી ગર્લફ્રેન્ડને સાચવી લેશો તો એ તમારા પર ખુશ થઇ જશે અને તમારા સંબંધો વધારે મજબૂત બનશે.

સવાલ: હું 32 વર્ષનો યુવક છું અને મારી પત્ની જોડ સમાગમ કરતી વખતે મને કેટલીયવાર મારી જૂની gfની યાદ આવે છે અને હું એક બે વાર ભૂલમાં એનું નામ સમાગમ કરતી વખતે બોલી ગયો એના લીધે મારી પત્ની મારા ઉપર વહેમાય છે કે મારે હજુ પણ લફરું ચાલે છે,હું શું કરું આ સમસ્યા માટે…
એક યુવક

જવાબ: કદાચ સમાગમ કરતી વખતે તમારી પત્ની જ કોઈ એના જુના પ્રેમીનું નામ બોલી હોત તો તમે શું કરતા એ પણ જણાવો ?? માફી માંગો અને વાત સમાધાન કરો

Leave a Reply

Your email address will not be published.