‘સૈરાટ’ ફિલ્મ જેવી આબેહુબ ઘટના બની, બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ બહેન-બનેવીને પતાવી દીધા

GUJARAT

અત્યંત લોકપ્રિય બનેલી મરાઠી ફિલ્મ એટલી પોપ્યુલર બની હતી કે, તેના પરથી બોલિવુડમાં ધડક ફિલ્મ બની હતી. આ ફિલ્મના અંતે પ્રેમલગ્ન કરનાર યુવક યુવતીની તેમના પરિવારજનો દ્વારા જ હત્યા કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં ઓનર કિલિંગનો કિસ્સો બન્યો છે. ઉપલેટામાં પ્રેમલગ્ન કરનાર યુવતીના ભાઈએ પોતાની બહેન અને બનેવી બંનેને રહેંસી નાંખ્યા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉપલેટામાં સવારે ડબલ મર્ડરની ઘટના બની હતી. ઉપલેટાની જીગરિયા મસ્જિદ પાસે એક યુવક અને યુવતીને જાહેરમાં રહેંસી નાંખવામાં આવ્યા હતા. જેથી સ્થાનિકો હચમચી ઉઠ્યા હતા. તો બીજી તરફ, ડબર મર્ડરની ઘટનાથી ઉપલેટા પોલીસ પણ હચમચી ઉઠી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, ઉપલેટાની જીગરિયા મસ્જિદ અને સતીમાની ડેરી વચ્ચે ખીરસરા ગામના અનિલ મનસુખભાઈ મહિડા (ઉં.વ.32) અને અરણી ગામની હીના સોમજીભાઈ સીંગરખીયાને હીનાની હત્યા કરાઈ હતી. હીનાએ એક વર્ષ પહેલા અનિલ મહીડા એકબીજાના પ્રેમમાં હતા. હીના સગીર હતી અને અનિલ મહીડાની ઉંમર વધુ હતી. તેથી પરિવારજનોએ લગ્નનો વાંધો ઉઠાવ્યો હતો. હીનાના પરિવારજનોની પોલીસ ફરિયાદથી હીનાએ પોલીસ સ્ટેશનમાં જ ફિનાઈલ ગટગટાવ્યુ હતું. તેના બાદ હીનાએ અનિલ સાથે જ લગ્ન કરવાની જીદ પકડી હતી. પરિવારજનોની અનિચ્છા હોવા છતા છ મહિના પહેલા અનિલ અને હીનાએ લગ્ન કર્યા હતા. છ પહેલા હીનાની ઉંમર પૂરી થઈ જતા ઘરેથી અનિલ સાથે ભાગી ગઈ હતી અને તેની સાથે રહેતી હતી.

બીજી તરફ, 6 મહિનાથી પરિવાર હીનાની માહિતીથી અજાણ હતો. પરંતુ હીનાના ભાઈને બાતમી મળી હતી કે, હીના અને અનિલ ઉપલેટામાં રહે છે. તેથી તેણે બહેન અને બનેવીને મારવાનો પ્લાન બનાવ્યો હતો. આજે સવારે 11 વાગ્યે તે ઉપલેટા પહોંચ્યો હતો, જ્યાં કુંભારવાડાના નાકે હીના અને અનિલ મળી ગયા હતા. ગુસ્સે થયેલા સુનિલે જાહેરમાં જ બંનેને ચાકુના આડેધડ ઘા મારીને પતાવી દીધા હતા. આમ, બહેનના લગ્નના ખાર રાખીને એક ભાઈએ જ બહેને અને બનેવીના સુખી લગ્નજીવનનો અંત આણ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.