દાંતાની એક યુવતીની સગાઈ મહેસાણા જિલ્લાના સતલાસણાના એક યુવક સાથે બે વર્ષ અગાઉ થઈ હતી પરંતુ આ યુવક વ્યસન ધરાવતો હોવાથી 9 માસ પહેલા યુવતીના પરિવારે સગાઈ તોડી નાખી હતી જેને લઈને આ યુવક વારંવાર યુવતીને હેરાન કરતો હતો અને અપહરણની કોશિસ કરી હતી પરંતુ ગામલોકો એકત્ર થઈ જતા આ યુવકે સુરતમાં બનેલી ઘટના (ગ્રીષ્મા) જેવી હાલત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાબતે યુવતીએ ફ્રિયાદ નોંધાવી હતી.
દાંતા તાલુકાના એક ગામની અને એમએસસી નર્સિંગમાં અભ્યાસ કરતી એક યુવતીની સગાઈ બે વર્ષ અગાઉ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના મુજાલભાઈ જીતેન્દ્રભાઈ મેવાડા નામના યુવક સાથે થઈ હતી જેમાં આ યુવતી અભ્યાસ અર્થે બહાર રહેતી હતી ત્યાં દસ માસ અગાઉ મુજાલભાઈ પહોંચી ગયો હતો અને યુવતીના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો જેથી યુવતીએ દરવાજો ખોલ્યો હતો ત્યારે મુજાલ એ બહાર ફ્રવા જવા માટે કહ્યું હતું અને યુવતીએ ના પાડી હતી જેથી ગુસ્સામાં આવી મુંજાલ એ પોતાનો ફેન તોડી નાખ્યો હતો અને ફ્રવા નહિ આવેતો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવતીએ ઘરે આવી માતા પિતાને જાણ કરી હતી અને મુંજાલભાઈના માતા પિતાને ઘરે બોલાવી બધી વાત કરી હતી અને કહ્યું હતું કે તમારો દીકરો વારંવાર ફેન કરી અને અમારી દીકરીને માનસિક ત્રાસ આપે છે અને દારૂ પીવાની ટેવ વાળો છે જેથી અમારે સબંધ રાખવો નથી આજથી આપણે સબંધથી છુટા થઈએ છીએ તેમ કહી નવ માસ પહેલા સામાજિક રીતે સગાઈ છૂટી કરી હતી જેની અદાવત રાખી મુજાલભાઈ જુદાજુદા ફેન પરથી ફેન કરી યુવતીને માનસિક ત્રાસ આપતો હતો.
તારીખ 18મી એપ્રિલેં યુવતી રજાઓમાં ઘરે આવતાં ગાડીમાં આવેલા મુંજાલ સહિત બે યુવકોએ તેણીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતીએ બૂમાબૂમ કરતાં કૌટુંબિક ભાઈઓ આવી જતાં યુવકને પકડી પોલીસ મથકે લઈ જવાયો હતો. જ્યા યુવતીએ અન્ય એક યુવક મળી 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
યુવતીનું અપહરણ કરવાનો પ્રયાસ કરાયો
યુવતી રજાઓમાં ઘરે આવી હતી ત્યારે એક ગાડી ચાલકે ગાડી ઉપર નાખી પરંતુ યુવતી ખસી જતાં બચી ગઈ હતી જોકે આ ગાડી ઉભી રહેતા તેમાંથી આરોપી મુંજાલ ઉતર્યો હતો અને તેણે યુવતીનો હાથ પકડી ગાડીમાં ખેંચવાનો પ્રયત્ન કર્યા હતો અને યુવતીએ બુમાબુમ કરતા મુજાલભાઈ તેને લાત મારી હતી. જોકે લોકોએ આવી યુવતીને તેની ચૂંગાલમાંથી છોડવી હતી.