રિલાયન્સ 2022માં પણ મચાવશે ધૂમ, રોકાણનો આંક 9 અબજને કરશે પાર

GUJARAT

દેશના શેરબજારો પર સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વિવિધ સેક્ટર્સમાં એક્વિઝિશન્સ અને હિસ્સા ખરીદીમાં 5.7 અબજ ડોલરનો ખર્ચ કરીને ટોચના પીઈ ઈન્વેસ્ટર્સની હરોળમાં સ્થાન મેળવ્યું છે. ગયા સપ્તાહાંતે ન્યૂયોર્ક સ્થિત લક્ઝરી હોટેલ મેન્ડેરિન ઓરિએન્ટલમાં બહુમતી હિસ્સો તેની તાજી ખરીદી છે. અગાઉના દિવસે તેણે હાયપરલોકલ ડિલિવરી પ્લેટફેર્મ ડુન્ઝોમાં 20 કરોડ ડોલરનું રોકાણ કરી 25.8 ટકા હિસ્સો મેળવ્યો હતો. મેન્ડેરિન ઓરિએન્ટલમાં બહુમતી હિસ્સા માટે તેણે 9.82 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. જો કંપની ફ્યૂચર જૂથનો રિટેલ બિઝનેસ મેળવવામાં સફ્ળ થશે તો તેનું કુલ રોકાણ 9 અબજ ડોલરના આંકને પાર કરશે. જોકે હાલમાં તો એમેઝોન પ્રેરિત લિટિગેશનને કારણે તે અટક્યું છે.

રિલાયન્સે એક પછી એક મોટું રોકાણ કર્યું

છેલ્લાં વર્ષોમાં રિલાયન્સે એક પછી એક કરેલા મોટા રોકાણો પાછળ તે દેશમાં ઊંચું પીઈ ઈન્વેસ્ટમેન્ટ કરી રહેલાં અગ્રણી વૈશ્વિક પીઈ કંપનીઓની હરોળમાં જોવા મળે છે. જેમકે છેલ્લાં એક દાયકામાં દેશમાં સોફ્ટ બેંકે 14 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. નાસ્પેર્સની ડિજિટલ આર્મ પ્રોસૂસે 2005થી અત્યાર સુધીમાં દેશમાં 6 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. તેના બિલપેની ખરીદીના ડીલને મંજૂરી મળશે તો તે 10 અબજ ડોલર પર પહોંચશે. પીઈ રોકાણકારોથી અલગ રિલાયન્સનું ઈન્વેસ્ટમેન્ટ છેલ્લાં ચાર વર્ષોમાં જ જોવા મળી રહ્યું છે. સાથે તેમનાથી અલગ રીતે રિલાયન્સ્ કંપનીઓમાંથી એક્ઝિટ્સ અથવા તો વળતર મેળવવા માટે રોકાણ નથી કરી રહી.

IMC 2019 begins: many big companies including Reliance Jio took part on the first day
2021માં કંપનીએ વિવિધ કંપનીઓમાં 1.8 અબજ ડોલરનું રોકાણ દર્શાવ્યું
આમ કરવા પાછળ કંપનીની સ્ટ્રેટેજીમાં સંપૂર્ણ બદલાવ જોવા મળી રહ્યો છે. હવે કંપની અગાઉની માફ્ક પોતાની રીતે બિઝનેસ ઊભો કરવા નથી જઈ રહી. એનાલિસ્ટ્સના મતે રિલાયન્સની યોજના ઓર્ગેનાઈઝેશનમાં જોવા મળતાં ટેક્નોલોજી ગેપ્સને પૂરવાની હોય તેમ જણાય છે. સાથે નવેસરથી કોઈપણ બિઝનેસ ઊભો કરવામાં લાગતાં સમયને પણ તે બચાવવા માગે છે. 2021માં કંપનીએ વિવિધ કંપનીઓમાં 1.8 અબજ ડોલરનું રોકાણ દર્શાવ્યું હતું. જે 2021માં દેશમાં ટોચના 10 પીઈ ઈન્વેસ્ટર્સમાં સમાવેશ પામતાં બ્લેકસ્ટોનના 2.48 અબજ ડોલરના રોકાણથી બહુ દૂરનો આંક નથી. રિલાયન્સે 2021માં છ રિન્યૂએબલ કંપનીઓ તથા જસ્ટ ડાયલમાં ખરીદી કરી હતી.

Leave a Reply

Your email address will not be published.