રીક્ષામાં બેસવાની ના પાડતાં ડ્રાઈવરે મહિલાને કહ્યું- ચાલ મારી સાથે એસીવાળા રૂમમાં

GUJARAT

વડોદરામાં એક વિધવા મહિલાએ રીક્ષામાં બેસવાની ના પાડતાં રીક્ષા ડ્રાઈવર રોષે ભરાયો હતો અને તેણે મહિલાનો પીછો કરી સરેઆમ તેની છેડતી કરી હતી, અને કહ્યું હતું કે, તારું ફિગર મસ્ત છે, ચાલ મારી સાથે હોટેલમાં.

રીક્ષા ડ્રાઈવરની આવી હરકતથી ડઘાઈ ગયેલી મહિલાએ છેડતીનો વિરોધ કરતાં રીક્ષા ડ્રાઈવરે તેને ગાળો બોલી લાફા પણ માર્યા હતા. મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરી બીભત્સ માગણી કરનાર રીક્ષા ડ્રાઈવર વિરુદ્ધ મહિલાએ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી રીક્ષા ડ્રાઈવરને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, 22 વર્ષીય વિધવા મહિલા ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે અને વડોદરાના વાડી વિસ્તારમાં રહે છે. વિધવા મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગુરુવાર 18 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યાની આસપાસ તે પોતાના ભાભી સાથે ખરીદી કરવાનું જવાનું હોવાથી ચોખંડી વિસ્તારમાં રીક્ષા સ્ટેન્ડ પાસે આવી હતી. આ સમય દરમિયાન એક રીક્ષાવાળાએ સામેથી આવીને પૂછ્યું હતું કે, ક્યાં જવું છે. જો કે, મહિલાએ કહ્યું હતું કે, અમારે તારી રીક્ષામાં આવવું નથી.

જે બાદ વિધવા મહિલા પોતાની ભાભી સાથે અન્ય રીક્ષામાં એમ.જી.રોડ પર ઉતર્યા હતા. પણ રીક્ષામાં બેસવાની ના પાડતાં રોષે ભરાયેલાં રીક્ષાચાલકે બંને મહિલાઓનો પીછો કરતો એમ.જી.રોડ આવી ગયો હતો. અને મહિલાઓની પાસે પહોંચી વિધવા મહિલાને કહ્યું હતું કે, તારું ફિગર મસ્ત લાગે છે? તમે ઓપન થશો તો કેવા લાગશો? તું મારી સાથે એસીવાળા રૂમમાં આવી એકાંતમાં શરીરસંબંધ રાખ તો મજા આવી જાય.

બીભત્સ માગણી કરી રીક્ષા ડ્રાઈવરે વિધવા મહિલાની શારીરિક છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સમગ્ર ઘટનાથી ડઘાઈ ગયેલી મહિલાએ ડ્રાઈવરને ધક્કો માર્યો હતો. જે બાદ ડ્રાઈવરે મહિલાને ગાળો બોલી લાફાઓ માર્યા હતા. આ સમયે મહિલાના ભાભી વચ્ચે પડતાં રીક્ષાવાળો ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ મહિલાએ આ મામલે રીક્ષાચાલક વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રીક્ષાના નંબરના આધારે આરોપી અરવિંદ બાબુભાઈ વણજારાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *