સૌરાષ્ટ્રમાં એક સપ્તાહમાં સાપના ડંખથી ૪ બાળાના મોત.. વેપારીની ૯ તથા ૧૪ વર્ષની બે પુત્રીના મૃત્યુથી ગામમાં શોક… સૌરાષ્ટ્રમાં બે બહેનોના સર્પદંશથી મોતની ઘટના હજુ તાજી જ છે ત્યાં સલાયામાં ૯ અને ૧૪ વર્ષની બે બહેનોના પણ સર્પદંશથી મૃત્યુ થયા છે.
સલાયા જૂની પોલીસ ચોકી પાસે રહેતા સાજીદભાઈ અબ્દુલ સતારભાઈ મૌલવીની બે માસુમ દીકરીઓ શબીહા મૌલવી ઉ.૧૪ અને ઇન્સા મૌલવી ઉ.૯ વર્ષ ગત ૨૮ તારીખે રાત્રે ઘરમાં સુતી હતી ત્યારે સાપે ડંખ મારી દેતા બંને બહેનોને હોસ્પીટલે ખસેડાઈ હતી ત્યાં ૧૨ કલાકના અંતરે બંનેના મૃત્યુ નીપજતા હતા સર્પદંશને લીધે બંનેના શરીર લીલા પડી ગયા હતા અને ગળુ તેમજ શ્વાસ બંધ થઇ ગયા હતા.
જો કે મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ તો પી.એમ.રીપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે સાજીદભાઈ સલાયા વેપારી મંડળના સદસ્ય હોય પ્રમુખ સહિતનાઓએ બબ્બે દીકરીઓ ગુમાવનાર પિતાને સાંત્વના પાઠવી હતી બનાવને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
રાજકોટમાં ત્રણને સર્પદંશ- શહેરના ભગવતીપરામાં રહેતી મનીષા રાકેશભાઈ ભીલ ઉ.૮ને ઘર પાસે ઝેરી જનાવર કરડી જતા કે.ટી.ચિલ્ડ્રન વોર્ડમાં દાખલ કરાઈ છે જયારે હંસરાજનગરમાં રહેતા આદિનાબેન બેગ ઉ.૨૦ને રાત્રે ઘર પાસે સાપ કરડી જતા અને મેટોડામાં મનોજ જનકભાઈ પરમારને સાપ કરડી જતા સિવિલમાં દાખલ કરાયા છે.