પ્રશ્ન : મારા બે વર્ષ પહેલાં લગ્ન થયાં છે અને મારું લગ્નજીવન બહુ સારી રીતે ચાલી રહ્યું છે. મારી પત્ની બહુ મળતાવડી છે જેના કારણે મારા મિત્રો સાથે પણ તેની સારી મિત્રતા થઇ ગઇ છે અને તેઓ અંગત સમસ્યાઓ પણ શેર કરે છે.
મને મારી પત્નીની વફાદારી પર સંપૂર્ણ વિશ્વાસ છે પણ મારા મિત્રો સાથેની તેની નિકટતા મને ખાસ ગમતી નથી. સ્પષ્ટ શબ્દોમાં કહું તો આ નિકટતાને કારણે મને થોડી ઇર્ષા પણ થાય છે. આ સમસ્યાના સમાધાન માટે મારે શું કરવું જોઇએ? એક પુરુષ (વડોદરા)
ઉત્તર : તમારી સમસ્યાને સમજી શકાય છે. એ વાત સારી છે કે તમે પોતે અસલામતીની લાગણીનો સામનો કરી રહ્યા હોવા છતાં શું સાચું છે અને શું ખોટું છે એ સ્પષ્ટ રીતે સમજો છો. તમારે યાદ રાખવું જોઈએ કે લોકો એકબીજા સાથે વાત કરે અથવા તો એકબીજા સાથે સમસ્યા શેર કરે એ બહુ સામાન્ય છે.
તમારે તમારા મિત્રના દૃદ્રષ્ટિકોણથી વસ્તુઓ જોવાની અને સમજવાની પણ જરૂર છે. તે આ વિશે બીજા કોઈની સાથે વાત કરવામાં કમ્ફર્ટેબલ હોય તો મિત્રતાના દાવે પણ પોતાની સમસ્યા એકબીજા સાથે શેર કરી શકે છે. જો આમ છતાં તમને આ વાત સતાવતી હોય તો તમારી પત્ની સાથે તમારી ભાવનાઓ અને આરામ વિશે વાત કરો. આ કરવાથી તે તમારી પરિસ્થિતિને સમજી શકશે.
પ્રશ્ન : મારી ઉંમર ૨૪ વર્ષની છે. મારા લગ્ન થયા નથી. હું જ્યારે પણ મારા પાર્ટનર સાથે વાતો કરું ત્યારે મારું પેનિસ ખૂબ ઉત્તેજિત થઈ જાય છે. જો રાતના સમયે કોલ પર વાતો કરું તો પેનિસમાં ઉત્તેજના એટલી બધી થઈ જાય છે કે વાત કરતાં કરતાં માસ્ટરબેટ કરવું પડે છે. આ સમસ્યા મને રોજ એની સાથે વાત કરતી વખતે થાય છે. તો મારે શું કરવું જોઈએ.
જવાબ : તમારે હાલ પૂરતું તમારા પાર્ટનરના કોલની રાહ જોયા વગર રોજ રાત્રે માસ્ટરબેટ કરવું જોઈએ. આમ તો કોલ કરતાં કરતાં માસ્ટરબેટ કરવામાં કશું ખરાબ નથી. તમને જે થાય છે એ ઉંમરના કારણે સ્વાભાવિક રીતે થવું જોઈએ એ જ થાય છે. લગ્ન પછી કે એ પહેલાં તમે સેક્સ કરશો ત્યારે ઉત્તેજના એટલી બધી વધી જશે કે તમારું પેનિસ હજી વજાઈનામાં પ્રવેશ થાય કે તરત તમે ડિસ્ચાર્જ થઈ જશો. પરંતુ ચિંતા કર્યા વગર જેમ થાય એ થવા દો. સમય જતાં તમારી ઉત્તેજના ઓછી થશે. સેક્સની નવાઈ ઓસરતી જશે તેમ તેમ આપોઆપ બધું બરાબર થઈ જશે.