રાતોરાત તમારે પણ ચમકાવવી છે કિસ્મત અને બની જવું છે કરોડપતિ તો કરો આ એક માત્ર ઉપાય….

about

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે હું તમારા માટે આ લેખમાં કાળી હળદરના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યો છુ.મિત્રો તમને જણાવી દઈએ કે કાળી હળદર ફક્ત ખાવા માટે જ નહિ પરંતુ તમારા જીવનમાં ધનની કમીને દૂર કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે.દરેક ઘરના રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતી હળદર બહુઉપયોગી વસ્તુ છે. તે રસોઈનો સ્વાદ તો વધારે જ છે પરંતુ તેની સાથે આયુર્વેદમાં પણ તેને ઔષધ તરીકે ઉપયોગી ગણાવી છે. જો કે આ પીળી હળદરની જેમ કાળી હળદરને પણ અત્યંત ખાસ અને ઉપયોગી માનવામાં આવે છે.

આ હળદરનો ઉપયોગ તંત્ર શાસ્ત્રમાં કરવામાં આવે છે. કાળી હળદરના કેટલાક પ્રયોગ કરવાથી ધન સમૃદ્ધિ વધે છે. જો કે કાળી હળદરના પ્રયોગ કરી અને તંત્ર-મંત્રની અસર દૂર પણ કરી શકાય છે. જાણી લો આજે કાળી હળદરના આવા અચૂક ટોટકા વિશે.બીમાર વ્યક્તિને તેના ઉપયોગ દ્વારા તંદુરસ્ત બનાવી શકાય છે,આ ઉપરાંત તે તાંત્રિક પદ્ધતિ દ્વારા સાબિત થાય તો તે વ્યક્તિને શ્રીમંત બનાવે છે.અમે તેની સમાન શક્તિ વિશે જણાવી રહ્યા છીએ.હા હું તમને જણાવી દઇશ કે કાળી હળદર શોધવી મુશ્કેલ છે, પરંતુ તે કરિયાણાની દુકાનમાં જોવા મળે છે.આ હળદર ખૂબ ઉપયોગી અને ફાયદાકારક છે.આજે અમે તમને કેટલાક ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ,જેના વિશે કદાચ તમે નહીં જાણતા હોવ.

તંત્ર શાસ્ત્રમાં કાળી હળદર એટલે કૃષ્ણા હરિદ્રાને ચમત્કારી ગણવામાં આવે છે. યોગ્ય સમયે અને યોગ્ય વિધિ અનુસાર જો તાંત્રિક ઉપાય કરવામાં આવે તો જાતકને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.કોઈ શ્રેષ્ઠ મૂહૂર્તમાં નિત્ય કર્મોથી નિવૃત થઈને આ ઉપાયો કરવા જોઈએ.કાળી હળદર, અક્ષત અને ચાંદીનો એક ટુકડો લઈને એને કોઈ નવા વસ્ત્રમાં બાંધીને ધૂપ-દીપથી પૂજા કરો. ત્યાર બાદ આ કપડાને તમારા ઘરની કે દુકાનની તિજોરી કે ધન સ્થાન પર રાખો. આવકના સાધનોમાં વધારો થશે.

કોઈપણ નવા કામ માટે જવાનું હોય ત્યારે કાળી હળદરને ઘસી અને તેનું તિલક કરીને ઘરની બહાર નીકળવું. કામમાં સફળતા મળશે.જો કોઈ બાળક સતત રડતું હોય તો એક કાળા કપડાંમાં કાળી હળદરની ગાંઠ બાંધી અને 7 વખત તેના પરથી ઉતારી અને નદીમાં પધરાવી દેવું.શુક્લ પક્ષના પહેલા શુક્રવારે ચાંદીની ડબ્બીમાં કાળી હળદર, નાગકેસર, સિંદૂર ભરી અને માતા લક્ષ્મીના ફોટા પાસે રાખવું. ત્યારપછી આવતાં શુભ મુહૂર્તમાં આ ડબ્બીને તિજોરીમાં રાખી દેવી.

વ્યાપાર ખોટમાં જઈ રહી હોય તો શુક્લ પક્ષના પહેલા ગુરૂવારે પીળા કાપડમાં કાળી હળદર, 11 અભિમંત્રિત ગોમતી ચક્ર, ચાંદીનો સિક્કો અને 11 અભિમંત્રિત ધનદાયક કોડીયો 108 વાર ૐ નમો ભગવતે વાસુદેવ નમ: મંત્રનો જાપ કરી ધન મુકવાના સ્થાને મુકી દો. વેપારમાં ખૂબજ વૃદ્ધિ થશે. કાળી હળદરને સારી રીતે સાફ કરી દેવાલયમાં ભગવાન શ્રીવિષ્ણુ અને મા લક્ષ્મી પાસે મુકી દો.

દરરોજ ધૂપ-દીપ પૂજા કરો. ધન આગમનની રાહ મળશે.ધન-સંપતિ હોવા છતાંય રોકાતી નથી તો શુક્લ પક્ષના પહેલા શુક્ર્વારે ચાંદીની ડબ્બીમાં કાળી હળદર,નાગકેશર અને સિન્દૂરની સાથે મુકી મા લક્ષ્મીના ચરણોમાં સ્પર્શ કરાવી ધન મુકવાની જગ્યાએ મુકી દો. આવું કરવાથી આવકના સાધન ઉભા થશે. ઘરના લોકો વચ્ચે કંકાશ રહેતો હોય તો તેને દૂર કરવા માટે કાળી હળદરની એક ગાંઠ લેવી અને તેને કાળા કપડાંમાં બાંધી અને મુખ્ય દરવાજા પર ટાંગી દેવી. ઘરમાં તુરંત શાંતિ થઈ જશે.ધંધામાં થતાં નુકશાનને નફામાં બદલવો હોય તો એક પીળા કપડાંમાં કાળી હળદર. 11 ગોમતી ચક્ર, એક ચાંદીનો સિક્કો, 11 કોડી બાંધવી. આ પોટલીને મંદિરમાં રાખી 1 માળા “ऊं नमो भगवते वासुदेवाय नमः” મંત્રની કરવી. આ પોટલી દુકાનના ગલ્લામાં રાખી દેવી. નુકશાન થતું બંધ થઈ જશે.

દુર્લભ પ્રજાતીની આ હળદર અંદરથી આછા કાળા રંગની હોય છે.આ હળદરનો અનેક પ્રકારનો ઉપયોગ થાય છે. આ હળદરનો ઉપયોગ અનેક પ્રકારના રોગની સારવારમાં પણ કરવામાં આવે છે.આ હળદર કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદ કરે છે. ચામડીના રોગ, અલ્સર, કે ન્સર, ફેફસાની બિમારીમાં પણ આ હળદર ઘણી અસરકારક નિવડે છે. આ હળદરમાં ઈબુપ્રોફેન હોય છે. આ હળદળ પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, ઉતર-પૂર્વ અને ઉતર પ્રદેશમાં ઉગાડવામાં આવે છે. આ હળદર અન્ય હળદર કરતા વધુ ફાયદાકારક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *