રસોડાના વાસ્તુદોષના કારણે થઇ ગયા છો કંગાળ તો આજેજ કરો આ ઉપાય તરતજ દૂર થઈ જશે વાસ્તુદોષ

about

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કહેવાય છે કે જો ઘરમાં કોઈ જગ્યાએ વાસ્તુદોષ હોય તો તે અનેક પ્રકારે હેરાન પરેશાન કરી નાંખે છે. ગમે તેટલી મહેનત કરો તોય ઘર ઉંચું આવતું નથી અને હમેંશા આવક કરતાં જાવક વધું રહે છે. તેમાંયે રસોડાનો વાસ્તુદોષ વ્યક્તિને કંગાળ કરી નાંખે છે. જો રસોડું યોગ્ય દિશામાં ન હોય કે રસોડાંમાં ગેસ વગેરેની ગોઠવણી યોગ્ય દિશામાં ન હોય તો ઘરમાં વાસ્તુદોષ લાગે છે જે વ્યક્તિને અનેક પ્રકારે અનેક મુસીબતોમાં મુકી દે છે. જો રસોડાંનો વાસ્તુદોષ સત્વરે દૂર કરવામાં ન આવે તો પરિવારજનોને નુકસાન થાય છે.

રસોડાંમાં સોથી વધું ઉપયોગ તવીનો થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તાવડીએ રાહુનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમે રસોડાંમાં તાવડીનો ઉપયોગ કરતાં હોય તો વિશેષ ખ્યાલ રાખો. ક્યારેય તડ પડેલી કે તૂટેલી તાવડીનો રસોડાંમાં ઉપયોગ કરવો નહિં. આમ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આ ઉપરાંત રસોડું ક્યારેય વેર વિખેર કે ગંદું છોડી ન દેવું. રસોઈ કર્યા પછી રસોડાંને તરતજ સાફ કરવું જોઈએ. જો રસોડું ગંદું રહે તો નકારાત્મક શક્તિઓ તેનાથી આકર્ષાય છે. તેથી ઘરની શુભ ઉર્જા પ્રભાવિત થાય છે. જેને પરિણામે ઘરમાં રહેનારાને મળતાં શુભ ફળમાં ઘટાડો થાય છે.રસોઈ કર્યા પછી અને જમ્યાં પછી વાસણોને બરોબર સાફ કરવા જોઈએ. જો રસોડાંમાં તાવડી વાપરતા હોય તો તે પણ પાણીથી ધોઈને સાફ કરીને મૂકવી જોઈએ. આ ઉપરાંત જો તાવડીને ક્યારેય ખુલ્લામાં ન રાખી દેવી જોઈએ. તેને સાફ કરીને લોકોનું ધ્યાન ન પડે તે રીતે મુકવી જોઈએ. વળી રસોડાંમાં બહુ જૂની તાવડી પણ ન વાપરવી જોઈએ. સમયાંતરે તેને બદલીને નવી માટીની તાવડી લાવવી જોઈએ. માટીની તાવડી કોઈ શુભ દિવસે અને વારે લાવવી જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મકતામાં વધારો થાય છે. શુભત્વની પ્રાપ્તિ થાય છે.

રસોડમાં કડાઈને પણ ક્યારેય ઉંઘી ન રાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વળી કે કડાઈ કે લોઢી પણ બરોબર માંજેલી હોવી જોઈએ. જો નીચેથી કાળીમસ હોય અને લોઢીમાં પણ ચોંટેલું હોય તો તે પણ ઘરમાં બરકત લાવવામાં અવરોધ પેદા કરે છે. તેનાથી બરકત રહેતી નથી. ક્યારેય ગરમ તવા પર પાણી ન નાંખવું જોઈએ. તેને બાજુમાં મૂકી દેવી જોઈએ પછી ઠંડી થાય પછી જ પાણી નાંખવું જોઈએ. આમ કરવાથી પણ ભાગ્ય અવરોધાય છે. રસોડાંમાં સ્વચ્છતાનો પૂર્ણ ખ્યાલ રાખવો જોઈએ. જો સ્વચ્છતા ન હોય તો પણ વાસ્તુદોષ અસર કરે છે.ઘરમાં જો તાવડી કે લોઢી બહાર રહી ગઈ હોય તો પહેલાં બે ત્રણ રોટલી બનાવીને કૂતરાને ખવડાવી દો. આમ કરવાથી નકારાત્મક શક્તિઓને તૃપ્તતા મળે છે. પછી તેમાં બનાવેલી રોટલી તમે આરોગી શકો છો. સામાન્ય રીતે તમે જોઈ જોઈને જોજો, જે લોકોને આર્થિક મુશ્કેલીઓ વેંઠવી પડતી હશે તેના રસોડાંમાં યોગ્ય ચોખ્ખાઈનો અભાવ જોવા મળશે. જેના રસોડાં ચોખ્ખા હશે તેને કોઈ પણ પરિસ્થિતિ આવે પણ વાંધો આવતો નથી. અને માન સન્માન અને આબરૂ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડાને ઘરના બીજા સ્થાનનો કરતાં મહત્ત્વનું ગણવામાં આવ્યું છે. રસોડાથી ઘરના પરિવારના સભ્યોની તંદુરસ્તી જળવાઈ છે, સારી તંદુરસ્ત વ્યક્તિનું સર્વશ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે. જો તમે શારીરિક રીતે તંદુરસ્ત હોય તો જીવનમાં અપાર સિદ્ધિ પ્રાપ્ત થાય છે.વાસ્તુદોષ પ્રમાણે રસોડા માટે વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં રસોડામાં કઈ વસ્તુઓ રાખવી અને કઈ વસ્તુઓ ન રાખવી. કેટલીક એવી વસ્તુઓ છે જેને રસોડામાં રાખવાથી જીવનમાં તેનો ખરાબ પ્રભાવ પડે છે. આજે અમે તમને એ બાબતો જણાવીશું.વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર રસોડામાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ.રસોડાનો સ્ટોરરૂમ તરીકે ઉપયોગ કરશો નહીં.જો તમે રસોડાનો સ્ટોરરૂમ તરીકે ઉપયોગ કરશો તો મા અન્નપૂર્ણા નારાજ થાય છે. ઘણા બધા લોકોની આદત હોય છે કે જેનો ઉપયોગ કરતા ન હોય છતાં પણ તેને રસોડામાં રાખવામાં આવે છે. જેને કારણે વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. ભૂલથી પણ રસોડામાં કબાડ અને ખોટી વ્યર્થ વસ્તુઓ રાખવી નહીં.

કિચનના રેફ્રિજરેટરમાં વાસી ખોરાક રાખવો નહીં.વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે રસોડામાં રેફ્રિજરેટર રાખ્યું હોય તો તે ધ્યાન રાખવું પડશે કે તેમાં વાસી ખોરાક ન રાખવો જોઈએ. કારણ કે તેના કારણે રાહુ કેતુ અને શનિના દશાનો સામનો કરવો પડે છે. એટલું જ નહી પણ સ્વાસ્થ્ય માટે પણ વાસી ખોરાક હાનીકારક ગણવામાં આવે છે. હંમેશા તાજો ખોરાક જ ખાવો જોઈએ, જેથી ગ્રહોમાંથી મુક્તિ મળે અને તંદુરસ્તી પણ સારી રહે.રસોડામાં દવાઓ ન રાખો.વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડામાં ભૂલથી પણ દવાઓ ન રાખો. તેને કારણે સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક અસરો થાય છે. જો કોઈ વ્યક્તિ રસોડામાં દવા રાખે છે, તો ઘર-પરિવારના કોઈક ને કોઈક સભ્ય કોઈક ને કોઈક બીમારીથી પીડાતા હોય. અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

રસોડામાં અરીસો રાખશો નહીં.જો કોઈ વ્યક્તિ રસોડામાં કરીશું રાખે છે, તો તેના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે. રસોડામાં દર્પણ લગાડવાથી ગેસના ચૂલા નું પ્રતિબિંબ અરીસામાં પડે છે. જેને વાસ્તુ પ્રમાણે યોગ્ય ગણવામાં આવતું નથી. જેમાં સ્વાસ્થ્યને લગતી બીમારીઓ તેમજ ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છેવાસ્તુ શાસ્ત્રમાં ઘરની અન્ય વસ્તુઓને લઈને ઘણા બધા નિયમો છે, જેમાંથી આજે અમે તમને રસોડા સાથે જોડાયેલા એક વિશેષ નિયમ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જો રસોડાની વાત કરીએ, તો રસોડું એક એવું સ્થળ છે જ્યાં ઘરના તમામ લોકોનું ભોજન બનાવવામાં આવે છે. એટલે કે ઘરના દરેક લોકોનો રસોડા સાથે કોઈ ને કોઈ સંબંધ તો જરૂર હોય છે. અને એ જ કારણ છે કે, તેની અસર તમારા ઘરની બરકત અને આર્થિક સ્થિતિ ઉપર પણ પડે છે.

તો મિત્રો એ વાતોને ધ્યાનમાં રાખીને આજના આ લેખમાં અમે તમને થોડી એવી વસ્તુઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારે ભૂલથી પણ રસોડામાં નથી રાખવાની. અને જો તમે એવું કરો છો, તો તમારા ઘરમાં ગરીબી અને દુ:ખ જેવી વસ્તુ આવી શકે છે. તો આવો જાણીએ તમારે રસોડામાં કઈ કઈ વસ્તુ ભૂલથી પણ રાખવી જોઈએ નહિ.ભૂલથી પણ રસોડામાં આ ૩ વસ્તુ રાખવી નહિ.પૂજા ઘર.એવું ઘણી જગ્યાએ જોવા મળે છે કે, ઘણા બધા લોકો જગ્યાના અભાવે કારણે રસોડામાં જ પૂજા ઘર બનાવી દે છે. પરંતુ વાસ્તુના નિયમો અનુસાર રસોડામાં રાખવામાં આવેલા પૂજા ઘરમાં ભગવાનની પૂજા કરવાના ફાયદા નથી મળતા. રસોડું ભગવાનને રાજી કરવા માટે યોગ્ય જગ્યા નથી. એટલા માટે તમારે બની શકે તો ભગવાનનું મંદિર રસોડામાં ન રાખવું જોઈએ.

કચરાની ડોલ.બીજી વસ્તુ જે રસોડામાં ન રાખવી જોઈએ એ છે કચરાની ડોલ. ઘણા બધા લોકો રસોડાની અંદર જ કચરાની ડોલ રાખે છે. પરંતુ તેમ કરવું વાસ્તુ અને આરોગ્ય બન્નેની દ્રષ્ટિએ નુકશાનકારક હોય છે. રસોડામાં તમે ખાવાનું બનાવો છો. અહિયાં ખાવા પીવાની વસ્તુ પણ રાખવામાં આવે છે. તેવામાં કચરાની ડોલ રાખવાથી જીવાણું આ ખાવામાં પ્રવેશ કરી શકે છે. સાથે જ કચરા પેટીમાં ઘણી નકારાત્મક ઉર્જા હોય છે, જે તમારા રસોડાનું વાતાવરણ બગાડી શકે છે.

આ કારણે તમારે કચરાની ડોલ રસોડાથી થોડી દુર જ રાખવી જોઈએ. અને જો તમારે રસોડાનો કચરો ભેગો કરવો છે, તો તમે જયારે રસોડામાં કામ કરી રહ્યા હો ત્યારે એક પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરી શકો છો. તેમાં કચરો નાખીને પછી રસોડાનું કામ પૂરું થતા જ તેને તમે ક્યાંક બીજે રાખવામાં આવેલી કચરાની ડોલમાં નાખી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *