રશિયા સામેના યુદ્ધમાં હવે યૂક્રેન પાસે બચ્યાં છે આ ત્રણ વિકલ્પ

nation

યૂક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા બે દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાની સેના યૂક્રેનમાં સતત આગળ વધી રહી છે અને યૂક્રેન પણ રશિયા સામે પૂરા જોશથી લડી રહ્યું છે. બીજા દિવસે જ રશિયન સેના યૂક્રેનની રાજધાની કિવ પહોંચી ગઈ છે. યૂક્રેન આમાં એકલું અનુભવી રહ્યું છે. નાટો હોય કે અમેરિકા, યૂક્રેનની મદદ માટે કોઈ દેશ આગળ નથી આવી રહ્યો.

યૂક્રેન યુદ્ધમાં એકલું પડ્યું

અમેરિકાએ યુદ્ધમાં પોતાની સેના મોકલવાની ના પાડી દીધી છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ પશ્ચિમી દેશોની આ ‘છેતરપિંડી’ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું છે કે અમે રશિયા સામે લડવા માટે એકલા પડી ગયા. સાથે જ તેણે એમ પણ કહ્યું કે, ‘હું રશિયાનો નંબર વન ટાર્ગેટ છું, મારો પરિવાર નંબર ટુ ટાર્ગેટ છે.

લોકોના મનમાં પ્રશ્ન કે હવે શું થશે?

આવી સ્થિતિમાં સામાન્ય લોકોના મનમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘણા સંરક્ષણ નિષ્ણાતો કહી રહ્યા છે કે યૂક્રેનને આત્મસમર્પણ કરવું જોઈએ. આનાથી તેના સ્થાનિક લોકોના જીવ સુરક્ષિત રીતે બચી શકશે. લોકો એવું પણ માની રહ્યા છે કે આ યુદ્ધ લાંબું નહીં ચાલે અને યૂક્રેન ટૂંક સમયમાં તૂટી જશે.

યૂક્રેનના રાષ્ટ્રપતિ પાસે હવે આ 3 વિકલ્પો

જો આપણે વર્તમાન પરિસ્થિતિને સમજીએ તો યૂક્રેન પોતાના દમ પર લડીને લાંબા સમય સુધી રશિયા સામે ટકી નહીં શકે. ઝેલેંસ્કીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે અમે રશિયાને 96 કલાકથી વધુ રોકી શકીશું નહીં. રશિયન સેના યૂક્રેનના રાષ્ટ્રપતિ ભવનમાં ગમે ત્યારે ઘૂસી શકે છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી પાસે ત્રણ રસ્તા છે. કાં તો તેઓ હાર માનીને શરણાગતિ સ્વીકારે, કા તો દેશ છોડીને ભાગી જાય અથવા રશિયન સૈનાના હાથે ધરપકડ વહોરે.

આગામી 24 કલાકમાં સ્થિતિ સ્પષ્ટ થશે

એવું માનવામાં આવે છે કે જો યૂક્રેન આગામી 24 કલાકમાં આત્મસમર્પણ નહીં કરે તો રશિયન સેના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી શકે છે અને યૂક્રેનના રાષ્ટ્રપતિની ધરપકડ કરી શકે છે. યૂક્રેનના ગૃહમંત્રી એન્ટોન ગેરાશ્ચેન્કોએ પણ એક નિવેદન જારી કરીને કહ્યું કે શુક્રવાર, 25 ફેબ્રુઆરીએ રશિયા યૂક્રેનની રાજધાની કિવને ઘેરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.