રશિયન બિઝનેસમેને પુતિનના માથે 7.5 કરોડનું ઇનામ જાહેર કર્યું

GUJARAT

યુક્રેન પર હુમલાને લઇ રશિયાના જ લોકો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વિરૂદ્ધ થઇ ગયા છે. રશિયાની રાજધાની મોસ્કો સહિત કેટલાંય મોટા શહેરોમાં જબરદસ્ત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. હવે એક રશિયાના બિઝનેસમેન અલેક્સ કોન્યાખિન એ વ્લાદિમીર પુતિનના માથે 1 મિલિયન ડલોરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. ભારતીય રૂપિયામાં આ રકમ 7.5 કરોડ રૂપિયાની આસપાસ થશે. કોન્યાસિખને પોતાના ફેસબુક અને લિંક્ડઇન પર પુતિનની તસવીરવાળું એક પોસ્ટર શેર કર્યું છે તેના પર ‘Wanted: Dead or Alive. For Mass Murder’ લખ્યું છે. અલેક્સે પોસ્ટમાં કહ્યું કે તેઓ પુતિનના આંતરરાષ્ટ્રીય કાયદાની અંતર્ગત યુદ્ધ ગુનેગાર તરીકેની ધરપકડ માટે 1 મિલિયન ડોલર આપવા તૈયાર છે.

ફેસબુકે હટાવી કોન્યાખિનની પોસ્ટ

કોન્યાખિનની આ પોસ્ટને ફેસબુકે નિયમોનું ઉલ્લંઘન માનતા હટાવી દીધી છે. ત્યારબાદ રશિયાન બિઝનેસમેને સ્પષ્ટતા કરતાં કહ્યું કે હું લોકોને પુતિનને મારવા માટે કહી રહ્યો નથી. પરંતુ મારો હેતુ એ છે કે તેમને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે. કોન્યાખિને આ પોસ્ટ યૂક્રેન પર રશિયાના આક્રમણની નજીક એક સપ્તાહ બાદ કર્યો છે. દાવો કરાયો છે કે આ યુદ્ધમાં યૂક્રેનના 2000થી વધુ નાગરિકના મોત થઇ ચૂકયા છે. તો રશિયન મંત્રાલયે એક દિવસ પહેલાં કહ્યું હતું કે યૂક્રેનમાં સ્પેશ્યલ ઓપરેશન દરમ્યાન તેમના 498 સૈનિક શહીદ થઇ ચૂકયા છે. તેનાથી ઉલટું યૂક્રેને દાવો કર્યો છે કે તેમને રશિયન સેનાએ અંદાજે 9000 સૈનિકોને મારી નાંખ્યા છે.

કોન્યાખિન પર 8 મિલિયન ડોલરની ઉચાપતનો આરોપ

55 વર્ષના અલેક્સ કોન્યાખિન એક ધનિક બિઝનેસમેન છે. તેમણે 1992માં રશિયાના તત્કાલીન રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિનના નેતૃત્વમાં અમેરિકામાં એક રશિયન પ્રતિનિધિમંડળમાં પોતાની સર્વિસીસ આપી હતી. બાદમાં તેમણે રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનની તરફથી રશિયન એક્સચેન્જ બેન્કમાં મોટા હોદ્દા પર કામ કર્યું. પરંતુ રશિયન એક્સચેન્જ બેન્કમાંથી 8 મિલિયન ડોલરની ઉચાપતનો આરોપ લગાવ્યા બાદ તેમણે ત્યાગપત્ર આપી દીધું અને 2007માં ભાગીને અમેરિકામાં શરણ લઇ લીધું.

પુતિને પોતાના વિરોધીઓને મરાવ્યા

તેમણે દાવો કર્યો કે પુતિન રશિયન રાષ્ટ્રપતિ નથી કારણ કે તેઓ રશિયામાં એપાર્ટમેન્ટ બિલ્ડિંગને ઉડાડવાના એક ખાસ અભિયાનના પરિણામસ્વરૂપ સત્તામાં આવ્યા. ત્યારબાદ તેમણે સ્વતંત્ર ચૂંટણીને સમાપ્ત કરીને અને પોતાના વિરોધીઓની હત્યા કરીને સંવિધાનનું ઉલ્લંઘન કર્યું. એક જાતીય રશિયન અને એક રશિયન નાગરિક તરીકે હું તેમને રશિયાન નાજીવાદથી મુક્તિ માટે મારી નૈતિક ફરજ માનું છું. તેમણે યૂક્રેન માટે સહાયતા ચાલુ રાખવાનું એલાન પણ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.