‘હમ લાખ છૂપાયે પ્યાર મગર… દુનિયા કો પત્તા ચલ જાયેગા’ આ ગીત અત્યારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પર એકદમ ફિટ બેસે છે. તેમ છતાં આ સ્ટાર કપલ તેમના લગ્નના સમાચાર પર મૌન બેઠું છે. પરંતુ હવે તેમના ઘરેથી બહાર આવી રહેલી તસવીરો પરથી ખબર પડી છે કે આ સ્ટાર કપલ થોડા દિવસોમાં વર-કન્યા બનવા જઈ રહ્યું છે.
રણબીર કપૂર-આલિયા ભટ્ટે લગ્નના સમાચારની પુષ્ટિ કરી નથી. જોકે બંને પરિવારના નજીકના સંબંધીઓએ ચોક્કસપણે આ વાતનો ખુલાસો કર્યો છે. રણબીર કપૂરના ઘરે કૃષ્ણા-રાજ બંગલાની સજાવટ પણ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. જેના કારણે આ સ્ટાર કપલના લગ્ન કન્ફર્મ થતા જોવા મળી રહ્યા છે.
કૃષ્ણા-રાજ બંગલો સજાવવામાં આવ્યો
બોલિવૂડ ફિલ્મ સ્ટાર રણબીર કપૂરના પૈતૃક ઘર કૃષ્ણા રાજ બંગલાની સજાવટ શરૂ થઈ ગઈ છે. જેની તસવીરો હાલમાં સામે આવી રહી છે. રણબીર કપૂર-આલિયા ભટ્ટના લગ્ન માટે કૃષ્ણા રાજ બંગલાને રોશનીથી શણગારવામાં આવી રહ્યો છે. જેની તસવીરો આ સમયે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
રણબીર કપૂર-આલિયા ભટ્ટના લગ્નની તડામાર તૈયારીઓ
આ સ્ટાર કપલના લગ્ન માટે ક્રિષ્ના રાજ બંગલા પર કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 14 એપ્રિલના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ ભવ્ય લગ્નનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન 11 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે.