રામાયણ બનશે 300 કરોડોના ખર્ચે, રામ અને સીતાના રોલમાં જોવા મળશે આ દિગગજ સ્ટાર્સઓ….

nation

ધાર્મિક ગ્રંથો ઉપર હિન્દી સિનેમાંમાં ઘણી ફિલ્મો અને સિરિયલો બની ચુકી છે. 90ના દાયકામાં રામાયણ સિરિયલનો એવો ક્રેઝ હતો જેને જોવા આખો પરિવાર શું આખી શેરી ભેગી થઈ જતી હતી. જેવી સફળતા રામાયણ સિરિયલને મળી તેને મોટા પડદા પર રિપિટ કરવાની તૈયારી થઈ રહી છે. હવે રામાયણ ઉપર એક બિગ બજેટ ફિલ્મ બનવા જઈ રહી છે. તેનું નિર્માણ મધુ મેંટાના કરવા જઈ રહ્યા છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ ફાઈનલ થઈ ગઈ છે અને દીપિકા પાદુકોણ અને ઋત્વિક રોશન આ ફિલ્મામાં સાથે જોવા મળશે.

રિપોર્ટ પ્રમાણે મધુ મેંટાના રામાયણ ઉપર એક બિગ બજેટ ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે અને જેમા તેમણે 300 કરોડ રૂપિયા લગાવવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મમાં લિડ રોલ પ્લે કરવા જઈ રહેલા ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણને રામ અને સીતાના રોલમાં જોવાનો ફેન્સ માટે અનોખો અનુભવ હશે. મધુની આ ફિલ્મનું ડાયરેક્શન નીતિશ તિવારી કરવાના છે. નીતિશ તિવારી આ પહેલા આમિરખાનની દંગલ અને સુશાંતસિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ છીછોરેનું નિર્દેશન કરી ચુક્યા છે.

રામાયણ તેમનો એક ડ્રિમ પ્રોજેક્ટ.

જણાવી દઈએ કે મધુ મેંટાનાની ફિલ્મ રામાયણ તેમનો એક ડ્રિમ પ્રોજેક્ટ છે. મળતી માહીતી પ્રમાણે આ ફિલ્મને 3Dમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ ઉપર કામ શરી થઈ ગયું છે. મધુ મેંટાનાએ કેટલાક રિચર્સ સ્કોલર્સને રામાયણ ઉપર રિચર્સ અને ફેક્ટ શોધવા માટે કામ સોંપી દીધુ છે. રામાયણ એક બહુ મોટુ મહાકાવ્ય છે. જેને ત્રણ કલાકમાં વર્ણવવું સહેલુ નથી જેથી તેને બે ભાગમાં ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. જલદી જ દીપિકા પાદુકોણ, નાગ અશ્વિનની સાઈન્સ ફિક્શન ફિલ્મમાં પ્રભાસની સાથે કામ કરવા જઈ રહી છે. પ્રભાસ અને દીપિકા પાદુકોણની જોડી પહેલીવાર સાથે જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *