રાખી સાવંતે ગંગુબાઈ બનીને જબરજસ્ત એક્ટિંગ કરી

BOLLYWOOD

આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી બોક્સઓફિસર પર સુપરહિટ ગઇ છે. સેલેબ્સ તથા ક્રિટિક્સે સંજય લીલા ભણસાલીની આ ફિલ્મના વખાણ કર્યા છે. હાલમાં જ રાખી સાવંતે ગંગુબાઇ કાઠિયાવાડી જોઇ હતી.

તેણે આલિયાના વખાણ કરવાની એક પણ તક જતી કરી નહોતી. રાખી સાવંત પર ગંગુબાઇનો ફીવર ચઢયો છે. તેણે સોશિયલ મીડિયામાં ગંગુબાઇના ગેટઅપમાં બે વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.

એક વીડિયોમાં રાખી ફિલ્મના ગીત ઢોલીડા પર ડાન્સ કરે છે તો બીજા વીડિયોમાં ફિલ્મનો ડાયલોગ બોલે છે. રાખી સાવંતના આ બનંને વીડિયો વાઇરલ થયા છે. ચાહકોને રાખીની સ્ટાઇલ તથા એક્ટિંગ પસંદ આવી છે.

એક યૂઝરે કોમેન્ટ કરીને કહ્યું કે, આલિયા કરતા તે સારું કર્યું છે. અન્ય એકે કહ્યું કે, રાખી આ જ રીતે સેલ્ફ ઓડિશન આપતી રહે. કોઇક દિવસ ડિરેક્ટર તને કામ આપશે.

આ વીડિયોમાં રાખી સાવંત સંપૂર્ણ રીતે ગંગુબાઇના ગેટઅપમાં છે તેણે વીડિયોમાં હાથમાં સિગારેટની જગ્યાએ કાગળનો યૂઝ કર્યો છે. તેની અદાઓ અને ડાન્સના ઠૂમકા જોઇને દરેકે રાખી સાવંતના વખાણ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *