રાખી સાવંતે શર્લિન ચોપડાને બરાબરની ધમકાવી, કહ્યુ તારૂ સંભાળ તુ શું કરે છે બધાને ખબર છે

WORLD

શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા હાલ જેલમાં છે. પોર્નોગ્રાફી કેસમાં અભિનેત્રી શર્લિન ચોપરાનું નામ પણ સામે આવ્યું છે. શર્લિને રાજ કુન્દ્રા પર ગંભીર આક્ષેપો કર્યા છે શર્લિને એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. હવે શર્લિન ચોપરા અને રાખી સાવંત આ મામલે ટકરાયા છે. બંને અભિનેત્રીઓ એકબીજા પર ઉકળી ઉઠી છે.

રાખી એ પોતાના ફેસબુક પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે લખ્યું છે કે શર્લિન ચોપરા, દરેકને ખબર છે કે તું શું કામ કરી રહી છે. રાખીએ શેર કરેલા વીડિયોમાં તે શર્લિન ચોપરાને જોરદાર ધમકાવી રહી છે.

શર્લિન-રાખી વિવાદ

રાજ કુંદ્રા જેલમાં ગયો ત્યારથી રાખી સાવંત તેમની તરફેણમાં બોલતી જોવા મળી છે. રાખીએ છોકરીઓ અને મોડલ્સ સામે કહ્યું હતું કે તમે જે વેચો છો તે તમને ઓફર થઇ હશે. આ સાથે રાખીએ અન્ય ઘણા આરોપો લગાવ્યા હતા. રાખીના નિવેદન બાદ શર્લિન તેના પર ગુસ્સે થઈ ગઈ. શર્લિને કહ્યું કે રાખીએ કોઈ ટિપ્પણી ન કરવી જોઈએ. તમારી મરચાની પાર્ટી ન ચાલી એ અલગ વાત છે.

રાખીએ સણસણતો જવાબ આપ્યો

હવે રાખીએ શર્લિનને યોગ્ય જવાબ આપતા કહ્યું કે તુ સારી ડાન્સર બની શકે છે, તુ એક સારી અભિનેત્રી બની શકે છે. તે મહેનત કેમ ન કરી બીગબોસમાં તક મળી હતીતમને ફિલ્મોમાં પણ ઘણી તક આપવામાં આવી હતી પણ તમે કશું ઉકાળ્યુ નહી તમે પોર્ન વીડિયો બનાવ્યા છે. હવે તુ અચાનક સતી-સાવિત્રી બની ગઇ છે અને મારા વિશે નિર્ણય કરી રહી છો.

એટલું જ નહીં, રાખીએ વધુમાં કહ્યું છે કે બહેન, જ્યારે તુ દેશની છોકરીઓની આટલી ચિંતા કરતી હતી, ત્યારે તુ એટલા નગ્ન પિક્ચર કરે કે તારા શરીર પણ એક કપડું જોવા ન મળે. હું તો કહુ છુ તારે તારૂ કામ છોડીને સારા માણસ બનવાનો પ્રયાસ કરવો જોઇએ. મારી મિર્ચી પાર્ટી પર ન બોલતી મે સાત દિવસમાં અઢી હજાર વોટ મેળવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.