Rakhi Sawantએ બોયફ્રેન્ડ Adil Khan Durrani સાથે કર્યા કોર્ટ મેરેજ! છેલ્લા એક વર્ષથી હતી રિલેશનશિપમાં

about

વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 15ના ઘરમાંથી બહાર નીકળ્યા બાદ રિતેશ સિંહ પર કેટલાક ગંભીર આક્ષેપો લગાવી રાખી સાવંતે (Rakhi Sawant) તેની સાથે ડિવોર્સ લીધા હતા. આ કિસ્સાના થોડા જ મહિનામાં એક્ટ્રેસની મુલાકાત આદિલ ખાન દુરાની (Adil Khan Durrani) સાથે થઈ હતી. ત્યારથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને લિવ-ઈનમાં રહેવા લાગ્યા છે. આદિલ સાથે લગ્ન કરવા માગતી હોવાનું રાખી અત્યારસુધીમાં ઘણીવાર કહી ચૂકી છે. જો કે, તેનો પરિવાર આ વાતમાં બાધારૂપ બનતો હતો. પરંતુ તેમની વચ્ચે બધુ ઠીક થઈ ગયું હોય તેમ લાગે છે. કારણ કે, રાખી સાવંતે આદિલ સાથે કરેલા કોર્ટ મેરેજની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. જો કે, બંનેમાંથી કોઈએ તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર ઓફિશિયલ કર્યું નથી.

રાખી સાવંત અને આદિલે કોર્ટ મેરેજ કરી લીધા?

સામે આવેલી તસવીરોમાંથી એકમાં રાખી સાવંત અને આદિલ ખાનના હાથમાં મેરેજ સર્ટિફિકેટ છે. રાખીએ ફ્લોરલ પ્રિન્ટનો ડ્રેસ પહેર્યો છે અને ઓઢણીથી માથું ઢાંક્યું છે. બીજી તરફ આદિલ સિમ્પલ લૂકમાં છે. તેણે બ્લેક શર્ટ અને ડેનિમ પહેર્યું છે. બંનેના ગળામાં વરમાળા પર જોઈ શકાય છે. બીજી એક તસવીરમાં રાખી ડોક્યુમેન્ટ્સ પર સહી કરી રહી છે. જો કે, મેરેજ રિજસ્ટ્રેશનનું જે સર્ટિફિકેટ સામે આવ્યું છે, એ પ્રમાણે તો તેમના લગ્ન ગત વર્ષે જ થઈ ગયા હતા અને હવે તેની તસવીરો ઓનલાઈન વાયરલ થઈ છે.

આ રીતે કરાવી હતી બોયફ્રેન્ડની ઓળખાણ
એક ઈવેન્ટમાં રાખી સાવંતે તે ફરીથી પ્રેમમાં પડી હોવાનું કહ્યું હતું અને બોયફ્રેન્ડ આદિલ સાથે બધાની ઓળખાણ પણ કરાવી હતી. તેણે વીડિયો કોલ દ્વારા ફોટોગ્રાફર્સની મુલાકાત ‘જીજાજી’ સાથે કરાવી હતી. તેણે કહ્યું હતું ‘મારા સ્વીટહાર્ટ આદિલને મળો. શું તમે ઈચ્છો છો કે અમારી જોડી બિગ બોસમાં ભાગ લે? તે મારો બોયફ્રેન્ડ છે’

BMW આપી આદિલે રાખીને કર્યું હતું પ્રપોઝ
અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં રાખી સાવંતે BMW કાર આપીને આદિલે તેને પ્રપોઝ કર્યું હોવાનું જણાવ્યું હતું. પોતાની ખુશી વ્યક્ત કરતાં તેણે કહ્યું હતું ‘રિતેશથી અલગ થયા બાદ હું ડિપ્રેશનમાં જતી રહી હતી. ભગવાનને મારા પર એટલો પ્રેમ આવ્યો કે, આદિલ મને મળ્યો. તેણે મને પ્રપોઝ કર્યું હતું. તેણે મને કાર ગિફ્ટમાં આપી હતી. આશા રાખું છું કે દરેક વ્યક્તિને આવું પ્રપોઝલ મળે’. રિલેશનશિપને ઓફિશિયલ કર્યા બાદ આદિલ રાખીને દુબઈમાં રહેતા તેના પરિવારને મળાવવા લઈ ગયો હતો અને તે વખતે ત્યાં એક આલિશાન ઘર પણ આપ્યું હતું. તે સમયે રાખીએ કહ્યું હતું કે ‘તેણે મારા નામ પર ઘર ખરીદ્યું છે. પરંતુ મારા માટે તો પ્રેમ જ સાચો ખજાનો છે’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *