રખડે તે રાજા ! શું તમારે પણ ફરવાનો શોખ છે ? આ રીતે ટ્રિપને બનાવો શાનદાર

social

વાત જ્યારે પણ ફરવાની થાય છે ત્યારે આ લિસ્ટમાં તમામ લોકો તૈયાર થઈ જાય છે. ફરવું, પોતાના કામમાંથી રજા લઈને શાંતિનો સમય વિતાવવો, નવી નવી જગ્યાઓ વિશે માહિતી મેળવવી, નવી નવી જગ્યાઓ પર જઈને ફોટો પાડવા અને સ્વાદિષ્ટ ભોજન કરવું દરેક લોકોને પસંદ હોય છે. કોઈ પોતાના મિત્રો સાથે તો કોઈ તેના પાર્ટનર સાથે ફરવાનો પ્લાન કરતા હોય છે. જો કે કોરોના વાયરસના પગલે છેલ્લા ઘણા સમયથી યાત્રા સ્થળ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ હવે જેમ ધીરે ધીરે કોરોના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે તેમ ધીરે ધીરે અનલોકની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જેના પગલે હવે તમે પણ આ કોરોનાથી કંટાળી ગયા હોવ તો ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. આ ચોમાસાનું ઋતુમાં અમે તમને એવી જગ્યાઓ વિશે જણાવીશું કે જ્યાં તમને અનેરી ખુશી અને શાંતિ મળશે. તો તમે પણ ત્યાં ફરવા જઈ શકો છો.

શિમલા

ભારતમાં સૌથી લોકપ્રિય પહાડી મથક પૈકી, શિમલા તેના અનન્ય આકર્ષણને કારણે અલગ સ્થાન ધરાવે છે. દિલ્હીની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી 342 કિ.મી.ના અંતરથી, શિમલા દિલ્હી અને ચંદીગઢના એક સપ્તાહમાં રજામર્યાદા માટે એક સરસ પસંદગી છે કારણ કે શિમલાની મુલાકાત લેવા માટે ઘણા સ્થળો છે. શિમલા હિમાચલ પ્રદેશનું રાજધાની શહેર છે, અને તે તમામ ફરવા લાયક સ્થળ ધરાવે છે અને એક સુંદર રાજ્યની રાજધાની શહેર તરીકે, જે વ્યાપકપણે સાહસિક પ્રવૃત્તિઓ અને કુદરતી અજાયબીઓ માટે જાણીતું છે.

મેક્લોડગંજ

શિમલાથી 240 કિલોમીટર દૂર આવેલું છે મેક્લોડગંજ, જેણે પોતાની પ્રાકૃતિક સુંદરતામાં તિબેટ અને બુદ્ધને પોતાની અંદર સમાવી લીધા છે. કહેવાય છે કે શિવલિંગ પર્વત પર વસેલી આ જગ્યા સ્વર્ગથી પણ વધારે સુંદર છે. અહીંની ખૂબસુરતી મન મોહી લેશે. કુદરતે આ જગ્યાને ખૂબસુરતી બક્ષવામાં કોઈ કસર નથી છોડી.

લેંસડાઉન

જો તમે તમારા સ્કૂલના મિત્રો કે ઓફિસના મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો તમે મિત્રો સાથે લેંસડાઉન જઈ શકો છો. ઉત્તરાખંડના ગઢવાલમાં આવેલું લેંસડાઉન એક શાંત અને રમણીય સ્થળ છે. અહીં તમે આરામની પળો માણી તમારા કામનો થાક ઉતારી શકશો. મિત્રો સાથે ફરવા જવા માટે લેંસડાઉનમાં અનેક જગ્યાઓ છે જ્યાં ફરીને તમને મોજ આવશે. અહીં કુદરતના લાજવાબ નજારાઓ પણ જોવા મળે છે અને તેનું કારણ એ છે કે આ જગ્યા નોંધનીય ઊંચાઈ પર સ્થિત છે. ખાસ કરીને અહીંનું ટીપ ઇન ટોપ પર્યટકોમાં પ્રિય છે.

મસુરી

સમુદ્રની સપાટીથી ૬૦૦૦ ફૂટની ઉંચાઈએ વસેલા મસૂરીની સ્થાપના કપ્તાન યંગે કરી હતી. વાંકાચૂંકા રસ્તા, બરફની ચાદરથી ઢંકાયેલો હિમાલય, શાંત વહેતી ગંગાનદી, કલાત્મક ભવનો અને ઘોડાનીનાળ આકારની પહાડી પર વસેલું મસૂરી પર્યટકોને પોતાની તરફ આકર્ષે છે. મસૂરીને પર્વતોની રાણી કહેવામાં આવે છે. અહીં ઉનાળામાં પણ વાતાવરણમાં ઠંડક રહે છે. હવાખાવાનું સુંદર ગિરિમથક છે. જેથી ગરમ કપડાં સાથે રાખવા. મસૂરીમાં ફરવાનો આનંદ તમારે મેળવવો હોય તો ચાર દિવસનું રોકાણ કરજો. અહીં સપ્ટેમ્બર અને ઓકટોમ્બરમા યોજાતા શરદોત્સવો જોવાલાયક હોય છે. એમાં કવિસંમેલન, લોકગીત, ફોટો પ્રદર્શન, લોકનૃત્ય અને બીજા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે. મસૂરીમાં બે ભિન્ન સંસ્કૃતિનો સુમેળ અને પ્રાચીન સંસ્કૃતિની ઝલક તમે જોઈ શકો છો. મસૂરી રેલમાર્ગે જવા માટે લખનૌ, અમૃતસર, વારાણસી, કલકતા, મુંબઈથી જઈ શકાય છે. મસૂરીથી નજીકનું રેલ્વેસ્ટેશન દહેરાદૂન ૩પ કી.મી.ના અંતરે આવેલું છે. ત્યાંથી સડકમાર્ગે થઈને મસૂરી જઈ શકાય છે. સડકમાર્ગ રાજયના મુખ્ય શહેરોથી જોડાયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *