રાકેશ ઝુનઝુનવાલાનો આ ફેવરિટ શેર, 6 મહિનામાં 30% ઉછળ્યો

share market

બિગ બુલ તરીકે જાણીતા પીઢ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ ટાઇટન કંપનીનો શેર ગુરુવારે BSE ટ્રેડિંગ દરમિયાન પાંચ ટકા વધીને વિક્રમી રૂ.2,718.65 પર પહોંચ્યો હતો. તેની અગાઉની સૌથી ઊંચી સપાટી રૂ.2,687.30 હતી જે 7 જાન્યુઆરી, 2022ના રોજ પહોંચી હતી.

ટાટા ગ્રુપની આ કંપની જ્વેલરી અને ઘડિયાળનો વેપાર કરે છે.

ઝુનઝુનવાલા અને તેમના પરિવારના પોર્ટફોલિયોમાં આ સૌથી મોટો શેર છે. આમાં તેમના રોકાણની કિંમત 12,000 કરોડ રૂપિયા છે. 31 ડિસેમ્બર સુધીમાં ઝુનઝુનવાલાની કંપનીમાં 4.02 ટકા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાની પાસે 1.07 ટકા હિસ્સો છે.

બંને મળીને ટાઇટનમાં 5.09 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીની માર્કેટ કેપ રૂ.2.38 લાખ કરોડ છે અને આ સંદર્ભમાં ઝુનઝુનવાલા દંપતીના શેરની કિંમત રૂ.12,187 કરોડ છે.

છ મહિનામાં 30 ટકાનો ઉછાળો

છેલ્લા છ મહિનામાં શેરમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન BSE સેન્સેક્સમાં લગભગ બે ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા એક વર્ષમાં તે લગભગ 85 ટકા વધ્યો છે,

જ્યારે બેન્ચમાર્ક ઇન્ડેક્સ આ સમયગાળા દરમિયાન 16 ટકા વધ્યો છે. FY22 ના પ્રથમ નવ મહિનામાં કંપનીનો કોન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 312 ટકા વધીને રૂ.1,671 થયો હતો. આ સમયગાળા દરમિયાન, આવક પણ 48 ટકા વધીને રૂ.20,150 કરોડ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *