રાજકોટમાં યુવકે કહ્યું હોટલમાં મળ તો ખરી તને મોજ આવી જશે એવું કામ કરવાનું છે પણ પછી…

Uncategorized

કરણપરા વિસ્તારમાં આવેલી હોટલ નોવામાં ગઇકાલે પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. હાલમાં તો આ કેસમાં જેમ જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થતા જાય છે.

પ્રેમી દ્વારા સવારે 10:30 વાગ્યે પ્રેમિકાને ગળામાં પેકેજીંગ માટેની લોકર પટ્ટી મારીને હત્યા કરી નાખ્યા બાદ પ્રેમી જેનીશ આખો દિવસ મૃતદેહની બાજુમાં જ બેઠો રહ્યો હતો. જો કે આખરે ઝડપાઇ જવાના ડર અને હત્યા કરી હોવાનો અપરાધ ભાવથી ગભરાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સાંજે આરોપી જેનીશે એસિડ અને પાણી બહારથી મંગાવ્યા હતા.

અને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સગીરાનાં પરિવારજનોએ તેને ફોન કરતા તેણે ફોનમાં પણ તમારી દિકરીની મે હત્યા કરી નાખી છે તેમ જણાવ્યું હતું. હું પણ આપઘાત કરવા જઇ રહ્યો છું તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત પોતાના મોટા ભાઇને પણ આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે જેનીશ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે.

રાજકોટમાં પ્રેમની ઘટનાનો કરૂણ અંજામ આવ્યો છે. ગુરૂવારે રાત્રે 10 વાગ્યાનાં અરસામાં પોલીસને ફોન આવ્યો કે, કરણપરા વિસ્તારમાં આવેલી હોટલ નોવામાં એક યુવક અને યુવતીએ સામુહિક આપઘાત કરી લીધો છે. જેના પગલે એ-ડિવીઝન પોલીસનો સ્ટાફ હોટલ નોવા પહોંચ્યો હતો. જો કે ત્યાં પહોંચતા યુવતી મૃત હાલતમાં હતી જ્યારે યુવક ગંભીર હાલતમાં બેભાનાવસ્થામાં હતો.

જેા પગલે ગંભીર હાલતમાં મુળ પોરબંદરનાં રહેવાસી જેનીસ ધનરાજ દેવાયતકાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં પ્રથમ દ્રષ્ટીએ આ કેસ સામુહિક આપઘાતનો હોવાનું લાગ્યું હતું. જો કે ઉંડાણ પૂર્વક તપાસ કરતા જેનીશે તેની પ્રેમિકા સગીરાની હત્યા કરી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક સગીરા જામનગરની વતની હતી. જ્યારે ઇજાગ્રસ્ત જેનીશ દેવાયતકા પોરબંદરનો વતની છે. બન્ને જામનગરમાં મળ્યા બાદ એક બીજાના મિત્ર બન્યા હતા. શુક્રવારે સવારે જેનીશ અને સગીરા હોટલ નોવામાં આવ્યા હતા. ત્યારબાદ સવારે 10 થી 10:30 વાગ્યે પ્રેમિકાને ગળામાં પેકેજીંગ માટેની લોકર પટ્ટી વડે તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ જેનીશ મૃતદેહની પાસે આખો દિવસ બેઠો રહ્યો અને લાશનો કઇ રીતે નિકાલ કરવો તે વિશે વિચારતો રહ્યો હતો. લાશનો નિકાલ કરવાનો કોઇ રસ્તો નહિં મળતા અંતે તેને પણ સાંજે એસિડ અને પાણી બહારથી મંગાવીને પોતે પણ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે તેના ભાઇને ખબર પડતા તે પહોંચ્યો અને યુવકને સારવાર માટે ખસેડ્યો હતો. હાલ રાજકોટ એ-ડિવીઝન પોલીસે સમગ્ર મામલે કેસ દાખલ કરીને તપાસ આદરી છે.

પોલીસનાં અનુસાર, આરોપી જેનીશ દેવાયતકા તેની સગીર પ્રેમિકાને લઇને સવારે 9 વાગ્યે હોટલ નોવા પહોંચ્યો હતો. જ્યાં બન્નેએ પોતાનાં આઇ.ડી કાર્ડ આપ્યા હતા અને રૂમ બુક કરાવ્યો હતો. રૂમમાં અંદર ગયા બાદ એક કલાકમાં જ જેનીશે સગીરાને ગળામાં પેકેજીંગ લોકર પટ્ટી ગળામાં નાખીને હત્યા કરી નાંખી હતી. પોલીસ તપાસમાં રૂમમાંથી એસિડની બોટલ, પેકેજીંગ લોકર પટ્ટી 2, બ્લેડ અને પાણીની બોટલ કબજે કરી હતી.

પોલીસનાં પ્રાથમિક તારણમાં જેનીશ સગીર પ્રેમિકાની હત્યાનાં પ્લાન સાથે જ હોટલમાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તેના કારણે જ આ તમામ વસ્તુઓ સાથે હતી. તો બીજી તરફ મૃતક સગીરા પિતાનો દાવો છે કે, પુત્રી દરરોજ કોલેજથી ઘરે બપોરે ભોજન કરવા આવે છે પરંતુ શુક્રવારે નહિં આવતા ફોન કર્યો હતો.

જો કે ફોન સ્વિચ ઓફ આવતા પરિવારજનો મુંજાયા હતા અને સગીરના પિતરાઇ પાસેથી જેનીશનો નંબર મેળવ્યો હતો. જેનીશને ફોન કરતાની સાથે જ જેનીશે કહ્યું કે, મેં તમારી પુત્રીની હત્યા કરી નાખી છે. હું પણ આત્મહત્યા કરી રહ્યો છું. જો કે સગીરાને પ્રેમ સબંધ હોવાની પણ જાણ નહોતી. ખાલી ફ્રેન્ડ સર્કલ હોય તેવી વાત કરતી હતી. પરીવારજનોએ આરોપી જેનીશ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

મૃતક સગીરાનું હોટલમાંથી મળેલા આધારકાર્ડની નકલમાં જન્મ તારીખ 5 ફેબ્રુઆરી, 2003 હતી. જોકે પરિવારજનો દ્વારા પોલીસને આપવામાં આવેલા આધારકાર્ડમાં 5 ફેબ્રુઆરી, 2005 હોવાનું સામે આવ્યું છે. ત્યારે આધારકાર્ડમાં કોના દ્વારા છેડછાડ કરવામાં આવી અને હોટલનાં સંચાલકોએ ક્યાં આધારે રૂમ આપ્યો તેની તપાસ પોલીસે શરૂ કરી છે.

પોલીસ તપાસમાં હજું પણ આ કેસમાં નવા ખુલ્લાસા થાય તેવી શક્યતા છે. કારણ કે, આરોપી જેનીશ સંપૂર્ણ રીતે ભાનમાં આવ્યા બાદ પોલીસ નિવેદન નોંધશે. ત્યારે પ્રેમિકાની હત્યા અને પ્રેમીનાં આપઘાત પાછળનું શું કારણ જવાબદાર છે તેના પરથી પર્દો ઉંચકાશે. હાલ તો પોલીસ પણ જેનીશ સંપુર્ણ હોશમાં આવે તેની રાહ જોઇ રહી છે. આ ઉપરાંત સગીરાનું જે આધારકાર્ડ સાચું ઠરશે તેના અનુસાર કલમોમાં વધારો થશે. કારણ કે 2005ના તરૂણી જન્મી હશે તો તે સગીર હશે. તો કલમોમાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *