આજકાલ લોકો સસ્તો નફો મેળવવા માટે આરોહ્ય સાથે ગંભીર પ્રકારના ચેડા કરતા હોવાના અનેક કેસ સામે આવી ચૂક્યા છે. હવે આવી જ એક ઘટના રાજકોટમાં નોંધાઈ છે. રાજકોટવાસીઓ હંમેશાં ખાણીપીણીનો ભારે શોખીન હોય છે, તેઓ ભજીયાથી માંડીને ગાંઠિયા સુધીની દરેક વસ્તુ પ્રિય છે. એવું કહેવાય છે કે રાજકોટવાસીઓ ગાંઠિયા અને ભજિયા સાથે દિવસની શરૂઆત કરે છે.
જો તમે પણ આમાના એક હોય તો ખાસ આ અહેવાલ વાંચી લેજો. રાજકોટવાસીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઇ રહ્યાં છે. જેમાં ઓમ બ્રાન્ડમાંથી ફરસાણ બનાવવા માટે વોશિંગ સોડાના પેકીંગ વેચવાનો ધંધો પણ ઝડપાયો છે. એટલું જ નહીં, ઓમ બ્રાન્ડથી વેચાતા ભજિયામાં વોશિંગ પાઉડર મળી આવતા ખળભળાટ મચ્યો છે. હાલ આ સૌથી મોટું કારસ્તાન સામે આવ્યું છે. તેમાં ઓમ બ્રાન્ડ હેઠળ સોડા એસ નામના કેમિકલ અને વોશિંગ પાઉડરનો ઉપયોગ કરીને ભજિયા બનાવતા હોવાનું ખૂલ્યું છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, આરોગ્ય વિભાગની ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા શહેરના આનંદ બંગલા ચોકમાં આવેલા અભિનવ કિરાણા સ્ટોરમાં ચેકીંગ કર્યું હતું. જેમાં લોકોના સ્વસ્થ સાથે ગંભીર ચેડા કરવાની વિગતો સામે આવી છે. અહીં આયુર્વેદિક ઔષધીઓના જુદા જુદા ઇમ્યુનિટી બુસ્ટર પાવડર વેંચવામાં આવતા હતા. એટલું જ નહીં, આ જગ્યાએથી ભજિયા અને ગાઠિયાના પેકીંગમાં વોશિંગ સોડા ભેળવવામાં આવતો હોવાનું ખૂલ્યું છે. જેનો 80 કિલો જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકો માત્ર ધો.12 અને ધો.9 ભણેલા છે અને તેમણે ૐ બ્રાન્ડથી વેચાતા વોશિંગ પાઉડરનો ઉપયોગ રાજકોટમાં ભજીયા અને ગાઠિયા બનાવવામાં થાય છે.
નોંધનીય છે કે, આરોગ્ય વિભાગના ચેકિંગમાં આયુર્વેદના નામે ડાયાબીટીશ દૂર કરતી ફાકી, 50 વર્ષથી વધુ ઉંમરના લોકોની શારીરિક નબળાઈ દૂર કરતી ઇમ્યુનીટી બુસ્ટરની પડીકી અને ઘરે ઘરે ફરસાણ અને ગાંઠિયા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સોડાને બદલે ટાઇલ્સ ક્લીન કરવાના કેમિકલને વેચવાનું કારસ્તાન સામે આવ્યું છે. તેમાં સમગ્ર મામલે આરોગ્ય વિભાગે નમૂના લઈને મોટા પ્રમાણમાં જથ્થાને સીલ કર્યો છે.