રાજકોટના રેવન્યૂ ઓફિસરની નજર સામે જ પત્ની, જમાઈ, પૌત્રી ગંગામાં ડૂબી ગયાં

GUJARAT

દિવાળીની રજાઓ માણવા માટે હરિદ્વારની યાત્રાએ ગયેલા રાજકોટના રેવન્યૂ ઓફિસરના પરિવાર સાથે કરૂણાંતિકા ઘટી હતી.મોરબી હાઉસ પાસે પ્રેસ કોલોનીમાં રહેતા મહેસુલી અધિકારી દિલિપભાઈ કારિયાએ ઘટેલી કરૂણાંતિક અંગે કહ્યું હતું કે, તેઓ પત્ની તરૂલતાબેન, જમાઈ અનિલ ગોસાઈ, પૌત્રી સોનલ સહિત હરિદ્વાર ગયેલા અને ત્યાંથી ઋત્રિકેશ ગયા હતા. જ્યાં સોમવારે સાંજે નિલકંઠ મહાદેવ પાસે ગંગાના પ્રવાહમાં પૌત્રી સોનલ નહાવા પડયા હતા.

પણ તેના પગમા પથ્થર વાગતા તે પડી ગયા હતા અને તે જ સમયે અચાનક પાણીનો પ્રવાહ વધતા સોનલ પાણીમાં તણાવા લાગી હતી. તેને બચાવવા માટે પત્ની તરૂલતાએ ગંગામાં ઝંપલાવ્યું હતું. પણ ભારે પ્રવાહને કારણે તેઓ પણ તણાવા લાગતા જમાઈ અનિલે પણ બંનેને બચાવવા માટે નદીમાં ઝંપલાવ્યું હતું. તેઓ પણ નદીના પ્રવાહમાં તણાયા હતા.

દિલિપભાઈએ કહ્યું હતું કે, અમે રાજકોટ ખાતે શહેર ભાજપ અગ્રણીને જાણ કરી મદદની માંગ કરતા તેમણે તંત્ર સાથે સંપર્ક કરીને કાર્યવાહી કરાવી છે. જમાઈ અનિલ કોઠારીયા સોલવન્ટ ખાતે રહે છે. દિલિપભાઈ પહેલા ગાંધીગ્રામ રહેતા હતા અને હમણા થોડા સમયથી તેઓ મોરબી હાઉસ

પાસે જામનગર રોડ તરફ રહેવા ગયા હતા. બનાવને પગલે વોર્ડ નં.-રના કોર્પોરેટર જયમીન

ઠાકર સહિતનાઓ નિવાસસ્થાને દોડી ગયા હતા અને દિલીપભાઈ સાથે સંકલનમાં રહી શાંત્વના પાઠવી હતી. અંતિમ

સમાચારો મુજબ તરૂલતાબેનનો મૃતદેહ મલી આવ્યો છે. જ્યારે લાપતા પિતા–પુત્રીની હજુ શોધખોળ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *