રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા

GUJARAT

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે ગરમીથી રાહત અને વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ગઈ છે. જેના કારણે ભારે પવન અને વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવ્યો વરસાદ પડી શકે છે.

રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ગઈ છે
ઉત્તરી અરબી સમુદ્રમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફુંકાવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. સાથે જ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો પણ થઇ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીને લઈને વરસાદ થઈ શકે છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં દમણ, વલસાડ અને નવસારીમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીને કારણે વરસાદ થવાની શક્યતા છે. એટલું જ નહીં હવામાન વિભાગે 27 થી 29 તારીખ સુધી ફિશરમેન વોર્નિંગ પણ આપી છે. હવામાન વિભાગે જણાવ્યું કે નોર્થ અરેબિયનશીમાં 50 કિમિ ઝડપે સ્ટ્રોંગ પવન ફૂંકાઇ શકે છે. જેથી ફિશરમેનને હાલ દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવ્યો વરસાદ પડશે
દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. દેવગઢ બારીયા, ધાનપુર વિસ્તારમાં વરસાદ પણ પડ્યો છે. છેલ્લા ચાર દિવસથી દાહોદ જિલ્લામાં ભારે પવન ફુંકાઇ રહ્યો છે. વરસાદ પડતા દાહોદ જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પણ જોવા મળી રહી છે. બીજી તરફ તાપી જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે. ડોલવણના ગડત ગામ સહિત આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો પવન ફુંકાયો છે.

Leave a Reply

Your email address will not be published.