મૂળ રાજસ્થાની પણ દાંતીવાડામાં રહેતી યુવતીનાં લગ્ન મોટી ઉંમકની વ્યક્તિ સાથે કરાયાં હતાં. યુવતીને પતિથી સંતોષ નહોતો તેથી અન્ય યુવક સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. બંને યુવતીના ઘરમાં જ રંગરેલિયાં મનાવતા હતા, પણ યુવતીના પતિને આ સંબંધની ખબર પડી જતાં તે પત્નિ પર નજર રાખવા માંડતાં યુવતી પ્રેમીને મુક્ત રીતે મળી નહોતી શકતી.
આ કારણે યુવતી અને તેના પ્રેમીએ પતિનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. બનાસકાંઠાના જ બે વ્યક્તિની મદદથી તેમણે પતિનો કાંટો કાઢી નાંખીને લાશને નર્મદા કેનાલમાં નાંખી દીધી હતી. આ હત્યાનો ભેદ એક વર્ષ પછી ઉકેલીને પોલીસે યુવતી, તેના પ્રેમી અને બંને મદદગારોની ધરપકડ કરી છે.
પાલનપુરઃ રાજસ્થાની યુવતીને વૃધ્ધ પતિથી સંતોષ ના હોવાથી નાની ઉંમરના યુવક સાથે બાંધ્યા શારીરિક સંબંધ, ઘરમાં જ માણતાં શરીર સુખ ને…. તસવીરઃ પતિના હત્યાના ગુનામાં પકડાયેલી મહિલા અને અન્ય આરોપી.
આ ઘટનાની વિગત એવી છે કે, બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસે નર્મદા કેનાલમાંથી એક વર્ષ અગાઉ પથ્થર સાથે બાંધેલી હાલતમાં એક વૃધ્ધની લાશ મળી હતી. પોલીસે તપાસ કરીને સોશિયલ મીડિયાની મદદથી રાજસ્થાન પોલીસ પાસે પહોંચી હતી. મૃતક વ્યક્તિ રાજસ્થાનના કામ્બા ગામનો ભૂદારામ પિતારામ દેવાસી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે તપાસ કરતાં ભૂદારામની પત્ની લક્ષ્મીદેવાસીએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. પોલીસે લક્ષ્મી દેવાસીની સઘન પૂછપરછ કરતાં લક્ષ્મીએ કબૂલાત કરી કે લક્ષ્મી દાંતીવાડા રહેતી હતી ત્યારે નરસારામ નામના યુવક સાથે શારીરિક સંબંધો બંધાયા હતા.
બંનેના સંબંધમાં લક્ષ્મીનો પતિ ભૂદારામ નડતરરૂપ થતા લક્ષ્મી અને તેના પ્રેમી નરસારામે ભૂદારામનું કાસળ કાઢવા કાવતરું રચીને દાંતીવાડાના રણોલ ગામના જ પ્રવીણભાઈ જેઠાભાઈ પટેલ અને પાલનપુરના મોટી ભટામલના જીતેન્દ્રભાઈ લગધીરભાઈ રબારીની મદદ લીધી હતી. ચારેયે મળીને ભૂદારામને તેની જ પાઘડીથી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો.એ પછી પુરાવાનો નાશ કરવા તેની લાશને નર્મદાની મુખ્ય કેનાલમાં ફેંકી દીધી હતી. પોલીસે પત્ની સહિત 4 લોકોની અટકાયત કરી છે.