રાજસ્થાની પાપડની કઢી ઘરે જ બનાવો, આંગળા ચાટતા રહી જશે ઘરના લોકો

Uncategorized

તમે કઢી તો અનેક પ્રકારની ટ્રાય કરી હશે પરંતુ શુ તમે ક્યારેય પાપડની કઢી ટ્રાય કરી છે. આજે અમે તમારા માટે પાપડની કઢીની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય પાપડની કઢી.

સામગ્રી

4 ચમચી – તેલ
1 ચમચી – આદુ લસણ લીલું મરચું પેસ્ટ
1 નંગ – ડુંગળીની પેસ્ટ
2 નંગ – ટામેટા નીપેસ્ટ
1/8 ચમચી – જીરુ
સ્વાદ મુજબ – મીઠું
1/8 ચમચી – હળદર પાવડર
1 ચમચી – ધાણા પાવડર
1 ચમચી – લાલ મરચું પાવડર
1 ચમચી – ગરમ મસાલા પાવડર
1/4 ચમચી – કસુરી મેથી
1 ચમચી – ક્રીમ અથવા મલાઇ
1 ચમચી – કોથમીર
4-5 શેકેલા – પાપડ ના ટુકડા
2 ચમચી – ડુંગળી સમારેલી

બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમા જીરૂ ઉમેરો. હવે તેમા આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરો. તે પછી તેમા ડુંગળી પેસ્ટ નાંખો. હવે તે ગુલાબી રંગની થાય એટલે તેમા હળદર, મરચું, ધાણા પાવડર ઉમેરીને એક કપ પાણી ઉમેરી લો. તેને 5 મિનિટ ઉકાળી લો. હવે તેમા ક્રીમ અને ગરમ મસાલો ઉમેરી લો. ત્યાર પછી તેમા કસૂરી મેથી ઉમેરી લો. તૈયાર છે ટેસ્ટી ગ્રેવી.. તે બાદ પાપડને શેકી લો. હવે જમવા બેસો ત્યારે પાપડના ટૂકડા કરીને તેની ઉપર મૂકી લો. હવે ઉપરથી ડુંગળી, કોથમીર અને લાલ મરચું ઉમેરી શકો છો. તૈયાર છે પાપડની કઢી.. જેને તમે પરાઠા, રોટલી, નાના કે રાઇસ સાથે સર્વ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *