છાયા ગ્રહ રાહુએ 17 માર્ચે રાશિ બદલીને મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. રાહુએ 18 મહિના બાદ ગોચર કર્યો છે. શનિ બાદ રાહુની ધીમી ચાલ ચાલનારો ગ્રહ છે. રાહુ અને કેતુ એવા ગ્રહ છે જે હંમેશા ઉલ્ટી ચાલ ચાલે છે. રાહુ, વૃષભથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ વખતે હોળિકા દહનના દિવસે રાશિ બદલી રહ્યા છે. તો જાણો કઈ રાશિના લોકો માટે રાહુ શુભ સાબિત થશે.
મિથુન
રાહુનો ગોચર મિથુન રાશિના જાતકોની આવક વધારશે. તેમની આર્થિક સ્થિતિને મજબૂતી મળશે. ધનલાભ થશે. પ્રમોશન મળી શકે છે. જે લોકો શેરમાર્કેટમાં રોકામ કરે છે તેમને માટે સારો લાભ મળી શકે છે.
કર્ક
કર્ક રાશિના લોકોને રાહુનું રાશિ પરિવર્તન નસીબનો સાથ અપાવશે. તેઓ જે કામ કરશે તેમાં સફળતા મળશે. કરિયર વ્યાપારને માટે સૌથી સારો સમય રહેશે. ધનલાભ મળી શકે છે. આ સિવાય વિદેશ યાત્રાને માટેના યોગ પણ બની રહ્યા છે.
વૃશ્વિક
વૃશ્વિક રાશિના લોકોને માટે રાહુનો મેષ રાશિમાં પ્રવેશ લાભ અપાવશે. તેમને પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટ મળી શકે છે. નવી નોકરીની ઓફર મળવાના યોગ બની રહ્યા છે. બેરોજગારોને નોકરી મળી શકે છે. કોમ્પીટીટિવ એક્ઝામની તૈયારી કરનારા લોકોને સારા પરિણામ મળી શકે છે. વધારે રૂપિયા કમાઈ શકશો અને સારી બચત કરવામાં સફળ રહેશો. નવા વ્યાપારની શરૂઆત પણ કરી શકાય છે.
કુંભ
કુંભ રાશિના લોકોને માટે રાહુનો ગોચર શુભ સાબિત થશે. નોકરીમાં ફેરફારના યોગ બની રહ્યા છે. પદોન્નતિ કે મોટી ઉપલબ્ધિના યોગ બની રહ્યા છે. અચાનક ધનલાભ થશે. અટકેલું ધન મળવાના પણ યોગ બની રહ્યા છે.
મીન
મીન રાશિના જાતકોને માટે રાહુનો ગોચર તગડો ધનલાભ અપાવી શકે છે. તેમની આવક વધી શકે છે અને અચાનક ક્યાંયથી પણ રૂપિયા મળી શકે છે. ફક્ત વાણીના આધારે મોટા કામ પણ કઢાવી શકાય છે. તમારા કામની પ્રશંસા થશે.