પુત્રીની સગી માતા તેના એક્સ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે, બોયફ્રેન્ડ જ હવે પુત્રીનો પિતા બનશે

GUJARAT

કહેવામાં આવે છે કે આ દુનિયામાં દીકરીની સૌથી સારી મિત્ર તેની માતા જ હોય છે ત્યારે મેરિસા નામની છોકરીની સાથે તેની માતાએ એટલો મોટો દગો કર્યો કે તેની કલ્પના પણ ન ક્યારેય ન કરી શકાય. માતાએ છોકરીના બાળપણના મિત્ર સાથે તેના લગ્ન કરવાની જાહેરાત કરીને તેને આઘાતમાં મૂકી દીધી છે

સોશિયલ મીડિયા પર પોતાની કહાની શેર કરતા મેરિસાએ જણાવ્યું કે, તેની માતા તેના બાળપણના મિત્રને તેની પીઠ પાછળ ડેટ કરી રહી હતી. જ્યારે બોયફ્રેન્ડ સાથે તેનું બ્રેકઅપ થઈ ગયું, ત્યારે તેની માતાએ તેના બાળપણના મિત્રને મળતી રહી અને આખરે હવે બંને લગ્ન કરવા જઈ રહ્યાં છે. જ્યારે મેરિસાને માતાની આ હરકત વિશે ખબર પડી તો તે સ્તબ્ધ થઈ ગઈ.

ટીનેજમાં છોકરીની સાથે ઘરે આવ્યો હતો છોકરો
મેરિસાએ જણાવ્યું કે, તેને 16 વર્ષની ઉંમરમાં પોતાની જ સ્કૂલના ક્લાસમેટને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. હાઈસ્કૂલમાં તે દિવસોમાં બંનેની મિત્રતા વધી અને તે તેની સાથે તેના જ ઘરે રહેવા માટે આવી ગયો.

ઘરમાં મેરિસાની માતા અને તેના સાવકા પિતા પણ ઘરમાં રહેતા હતા. બંનેના સંબંધને 3 વર્ષ થાય તે પહેલા જ મેરિસાએ તેના બાળપણના મિત્ર સાથે સંબંધ તોડી નાખ્યો. તે સમયે છોકરાએ તેની સાથે સંબંધ ન તોડવા માટે આજીજી કરી હતી. જ્યારે મેરિસા ઘર છોડીને 18 વર્ષની ઉંમરમાં અલગ રહેવા જતી રહી, ત્યારે પણ મેરિસાની માતા તે છોકરાને પોતાના ઘરે બોલાવતી અને મળતી હતી.

અચાનક લગ્નની વાત સામે આવી
આ બાબતને લઈને મેરિસા અને તેની માતા વચ્ચે ઘણા મતભેદ થયા હતા અને ત્યારબાદ મેરિસાએ તેની માતા સાથે વાત કરવાનું બંધ કરી દીધું. જો કે, આ ઘટનાના થોડા સમય બાદ જ તેની માતાએ તેની સાથે આ વાતને લઈને ખુલાસો કર્યો કે તે તેણા જૂના પ્રેમીને ડેટ કરી રહી છે. ખુલાસા બાદ જ મેરિસા અને તેની માતાની વાતચીત લગભગ એક વર્ષથી બંધ છે.

બીજી તરફ મેરિસા પણ પોતાના રિલેશનશિપ બાદ પ્રેગ્નન્ટ થઈ ગઈ અને તેને ઘરે જઈને બાળકને જન્મ આપ્યો. બાળકના જન્મના થોડા દિવસ બાદ તેની માતાએ આ વાતની જાણકારી આપી કે, બંનેએ સગાઈ કરી લીધી છે અને બીજા જ દિવસે લગ્ન કરવા જઈ રહ્યાં છે. મેરિસાની આ કહાની સાંભળીને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. મોટાભાગના લોકોએ મેરિસાને સપોર્ટ કરતાં કહ્યું કે તેને પોતાની માતા સાથે દૂર રહેવાનો જે નિર્ણય લીધો તે યોગ્ય છે.

Leave a Reply

Your email address will not be published.