પૂર્વ પ્રેમિકાના ફોટા વાઈરલ કરનાર પ્રેમીને લોકોએ મેથીપાક ચખાડયો

nation

શહેરના યુનીવર્સીટી રોડ ઉપર આવેલ જે કે ચોક પાસે સમાધાન માટે બોલાવી ફોટા વાઈરલ કરવાના પ્રશ્ને યુવાન પર પૂર્વ પ્રેમિકા સહિત લોકોએ સરાજાહેર બેફામ માર મારતા યુવાનને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો છે બનાવને પગલે યુનીવર્સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મોરબી રોડ પર આવેલ વૈદિક વિલા સોસાયટીમાં રહેતો હર્ષ ધર્મેન્દ્રભાઈ કારીયા ઉ.22 નામનો યુવાન મંગળવારે રાત્રે યુનીવર્સીટી રોડ પર જે કે ચોક પાસે હતો ત્યારે તેની પૂર્વ પ્રેમિકા નેહા અને બે અજાણ્યા શખસોએ ઝઘડો કરી બેફમ માર મારતા તેને સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડાતા યુનીવર્સીટી પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

જમાદાર સાજીદભાઈની પૂછપરછમાં અગાઉ મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો અને હાલ સાંગણવા ચોકમાં જલારામ ઇલેક્ટ્રિકની દુકાનમાં દાદા સાથે વેપાર કરતો હર્ષ અગાઉ નેહા સાથે કોલેજમાં અભ્યાસ કરતો હોય બંને વચ્ચે સંબંધ હોય સાંજે નેહાએ ફેન કરી તું મારા ફેટા કેમ વાયરલ કરે છે. કહી ઝઘડો કર્યો હતો અને યુનીવર્સીટી રોડ પર જે કે ચોક પાસે સમાધાન કરવા બોલાવતા ત્યાં જતા હુમલો કર્યો હોવાનું જણાવતા પોલીસે બનાવ અંગે સાચું શું તે જાણવા મથામણ કરી છે.

Leave a Reply

Your email address will not be published.