પુરુષોની સેક્સ લાઇફને ભયંકર અસર કરી રહ્યો છે કોરોના, નપુંસકતા પણ સાઇડ ઇફેક્ટ તરીકે સામે આવી

COVID 19

કોરોના વાયરસની બીજી લહેરમાં તેની સાથે આવેલા લક્ષણોને લઇને નવી-નવી વાતો સામે આવી રહી છે. હવે નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે પુરુષોની સેક્સ લાઇફ પણ કોવિડ-19થી પ્રભાવિત થઈ રહી છે. સ્ટડી અનુસાર કોરોનાના કારણે પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે કે નપુંસકતા જોવા મળી રહી છે. આનું કારણ પોસ્ટ કોવિડ સ્ટ્રેસ, ડિપ્રેશનની સાથે સાથે કેટલીક હદ સુધી શરીરની અંદર થનારા બદલાવ પણ સામેલ છે.

ઇરેક્ટાઇલ ફંક્શનનો સંબંધ સીધો બ્લડ સર્કુલેશનથી

એક્સપર્ટ્સ પ્રમાણે ઇરેક્ટાઇલ ડિસફંક્શનના અનેક કારણોમાં સ્ટ્રેશ, ડિપ્રેશન અને પરફોર્મન્સ સંબંધિત તણાવ પણ છે. જો બ્લડ ફ્લોમાં કોઈ સમસ્યા આવી રહી છે તો આની અસર ઇરેક્શન પર થઈ શકે છે. નર્વસ સિસ્ટમમાં ગરબડ અથવા હોર્મોન સન્સિટિવિટી પણ આનું કારણ હોઈ શકે છે. સામાન્ય રીતે ઇરેક્ટાઇલ ફંક્શનનો સંબંધ સીધો બ્લડ સર્કુલેશનથી હોય છે અને આ કારણે ઇરેક્ટાઇલ ફંક્શનમાં કોઈ પણ ગરબડ દિલની બીમારીઓનો સંકેત પણ હોઈ શકે છે. કોરોનાના કારણે આખા શરીરમાં ઑક્સિજનનો સપ્લાય પ્રભાવિત થાય છે અને બ્લડ સર્કુલેશન પર સીધી અસર પડે છે. પેનિસને બ્લડ સપ્લાય કરનારી ધમનીઓ બ્લોક અથવા સંકડાઈ શકે છે. જો આવું થયું અને પેનિસ સુધી બ્લડ ના પહોંચે તો ત્યારે ઇરેક્ટાઇલ ડિસફંક્શન થઈ શકે છે.

ઇટાલીના પુરુષો પર કરવામાં આવી સ્ટડી

નવી દિલ્હીના ડાયોજ મેન્સ હેલ્થ સેન્ટરના ક્લિનિકલ ડાયરેક્ટર ડૉ. વિનીત મલ્હોત્રા કહે છે કે, “કોવિડ-19નો ફિઝિકલી અને ઇમોશનલ હેલ્થ સહિત વ્યક્તિની ઓવરઓલ હેલ્થ પર ઘણો પ્રભાવ પડે છે. સેક્સ્યુઅલ ફંક્શન અને ફર્ટિલિટી પણ વાયરસથી પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે જોડાઈ રહી છે. શારીરિક કસરતનો અભાવ, વધારે ભોજન અને અતિશય દારૂ પણ હેલ્થ ખરાબ કરે છે.” માર્ચ 2021માં જર્નલ એન્ડ્રોલોજીમાં ‘માસ્ક અપ ટૂ કીપ ઇટ અપ’ હેડિંગથી પ્રકાશિત રિસર્ચ પેપરમાં કોવિડ-19 અને ઇરેક્ટાઇલ ડિસફંક્શન સંબંધોને બતાવવામાં આવ્યા છે. ઇટાલીના પુરુષો પર કરવામાં આવેલી આ સ્ટડી જણાવે છે કે કોવિડ-19ના કારણે કાર્ડિયોવસ્કુલર સિસ્ટમને નુકસાન પહોંચાડે છે, જે પુરુષોમાં ઇરેક્શન પર અસર કરે છે.

કોવિડ -19એ પુરુષોના સ્વાસ્થ્યને બે રીતે અસર કરે છે

વર્લ્ડ જર્નલ ઑફ મેન્સ હેલ્થમાં પ્રકાશિત એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇન્ફેક્શનના અનેક મહિનાઓ બાદ પણ પેનિસમાં ઇન્ફેક્શન મળ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે કોવિડ-19ના કારણે શરીરના અનેક સેલ્સના કામ કરવાની રીતો પર અસર પડે છે જે ડિસફંક્શનનું કારણ હોઈ શકે છે. આ અભ્યાસના પરિણામોની પુષ્ટિ આપતા, દિલ્હીના સેન્ટર ફોર રીકન્સ્ટ્રક્ટિવ યુરોલોજી અને એન્ડ્રોલોજીના ડો.ગૌતમ બંગા કહે છે, “કોવિડ -19એ પુરુષોના સ્વાસ્થ્યને બે રીતે અસર કરી છે – પ્રથમ સેક્સ્યુઅલ હેલ્થ અને બીજું માનસિક સ્વાસ્થ્ય. રોગચાળાએ લોકોને સામાજિક તેમજ આર્થિક રીતે પરેશાન કર્યા છે. આ તણાવ, હતાશા અને અસ્વસ્થતા તરફ દોરી જાય છે. તેની અસર પુરુષોની ઓવરઓલ હેલ્થ, ઇરેક્ટાઇલ ડિસફંક્શન અને ફર્ટિલિટી પર દેખાઈ રહી છે. “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *