દુનિયાના દરેક સામાજમાં સ્ત્રી અને પુરૂષો લગ્ન કરે છે પરંતુ ગત કેટલાક વર્ષોમાં પુરૂષ સાથે પુરૂષ અને સ્ત્રી સાથે સ્ત્રી પણ લગ્ન કર્યા હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. પરંતુ બ્રાઝીલની એક મોડલ પુરૂષોની બેવફાઇથી તંગ આવી પોતાની જાત સાથે જ લગ્ન કરી લીધા છે. બ્રાઝીલની મોડલ ક્રિસ ગૈલરાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે અકબનો એક શેખ તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. આ માટે શેખે 500,000 ડૉલર એટલે કે 3 કરોડ રૂપિયાની ઓફર પણ કરી હતી.
સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ
થોડા સમય પહેલા જ 33 વર્ષીય મોડલનું તેના બોયફ્રેંડ સાથે બ્રેકઅપ થયુ હતું, જેના પછી તે એકલી રહેવા લાગી હતી. તે સમયે મોડલને લાગતુ હતું કે તેને ખુશ રહેવા માટે એક પાર્ટનરની જરૂર છે પરંતુ ઘણા સંબંધોમાં દગો મળ્યા બાદ તેણે પોતાને સંભાળી અને નિર્ણય કર્યો કે તે પોતાની જાત સાથે જ લગ્ન કરશે. કારણ કે તેને કોઇ બીજાની જરૂર નથી, તે એકલી જ ખુશ છે. તેના પછી ક્રિસએ સાઓ પાઉલોના એક ચર્ચમાં જઇ પોતાની સાથે જ લગ્ન કરી લીધા. કોઇ મોડલ દ્વારા પોતાની જાત સાથે જ લગ્ન કરવાની ખબર નવી હતી માટે ક્રિસ આખી દુનિયામાં ચર્ચામાં છે. લગ્નના પહેરવેશમાં આ મોડલની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. પરંતુ જ્યારે આ તસવીરોને અરબના એક શેખે જોઇ તો તેણે ક્રિસને પ્રપોઝ કરી દીધુ હતું.
છૂટાછેડા લઇ મારી સાથે લગ્ન કર
મોડલ ક્રિસએ એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે,‘ જ્યારે મારા લગ્નની ખબર વાયરલ થઇ, મારા ઇન્સ્ટાગ્રામ પર ઘણા યુવાનોના મેસેજ આવ્યા જે મારી સાથે લગ્ન કરવા માંગતા હતા. જેમાનો એક મેસેજ અરબના એક શેખનો હતો. એ ઇચ્છે છે કે હું મારી જાતને છૂટાછેડા આપી તેની સાથે લગ્ન કરૂ. જેના બદલામાં તેને 3 કરોડ રૂપિયાનું દહેજ આપવાની પણ વાત કહી.’ આ એક અનોખું પ્રપોઝ હતું, જેનો જવાબ આપતા પહેલા મોડલે ખુબ જ વિચાર્યું, અને પછી જવાબમાં મોડલે શેખને લખ્યું,‘હું વેચાણ માટે નથી, હું તને ઓળખતી પણ નથી. માત્ર પૈસા માટે હું લગ્ન નહી કરૂ.’ મોડલે કહ્યું કે તેણે તમામ પ્રપોઝલને રિજેક્ટ કરી દીધા.