શ્રદ્ધા અને સબુરીના દાતા એવા સાંઈનાથ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે સાદગીથી જીવન સંદેશ ચરીતાર્થ કરનાર ભગવાન સાંઈનાથની કૃપા દૃષ્ટી જો પડી જાય તો ભક્તના જીવનના દરેક સંકટ દૂર થાય છે. માનવામાં આવે છે કે જો 9 ગુરુવાર સુધી સાંઈ બાબાનું વ્રત સતત કરવામાં આવે તો કોઈપણ મનોકામના હોય તે પૂરી થાય છે. સાંઈનાથ પોતાના દુ:ખી ભક્તોનો સાથ છોડતા નથી અને તેમના જીવનના તમામ કષ્ટ શીઘ્ર દૂર કરી દે છે. મનગમતી નોકરી હોય, સુખી લગ્નજીવનની કામના હોય કે પછી આર્થિક મુશ્કેલીથી મુક્તિ આ તમામ કાર્યો સાંઈનાથ શક્ય કરી દે છે.
આ પણ વાંચો: વેપારી પેઢીને પડશે 35 વર્ષનો સૌથી મોટો માર! નવા વર્ષે કોઈ મુહૂર્ત જ નથી, ઓપ્શનમાં છે આ દિવસો
આ ચમત્કાર તમારા જીવનમાં પણ થાય તે માટે માત્ર ગુરુવારનું વ્રત કરવું જરૂરી છે. કોઈપણ માસના સુદ પક્ષના ગુરુવારથી આ વ્રતનો પ્રારંભ કરવો અને સતત 9 ગુરુવાર સુધી વ્રત કરવું. ગુરુવારે વ્રત કરવા ઉપરાંત નીચે આપેલા મંત્રોનો જાપ કરવાથી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. તમે અનુભવશો કે રોજ તમારા ઉન્નતિના રસ્તા ખુલી રહ્યા છે.
આ 11 મંત્ર અત્યંત સરળ છે, તેનો જાપ તમે રોજ પણ કરી શકો છો. પરંતુ વ્રત સાથે કરવાથી તે વિશેષ ફળ આપે છે.
ॐ સાંઈ રામ
ॐ સાંઈ ગુરુવાય નમ:
ॐ સાંઈ દેવાય નમ:
ॐ શિર્ડી દેવાય નમ:
ॐ સમાધિદેવાય નમ:
ॐ સર્વદેવાય રુપાય નમ:
ॐ શિરડી વાસાય વિદ્મહે સચ્ચિદાનંદાય ધીમહિ તન્નો સાંઈ પ્રયોદયાત
ॐ અજર અમરાય નમ:
ॐ માલિકાય નમ:
જય જય સાંઈ રામ
ॐ સર્વજ્ઞા સર્વ દેવતા સ્વરૂપ અવતારા
આ તમામ મંત્રોના જાપ કરશો તો ભગવાન સાંઈનાથ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે.