ટાઈમ ટ્રાવેલને લઈને દુનિયાભરમાં ચર્ચા થતી રહે છે. ટાઇમ ટ્રાવેલ એટલે કે પોતાના હાલના સમયથી કેટલાક વર્ષ આગળ કે પાછળ ચાલ્યા જવું. આ પદ્ધતિથી તેમાં લોકો આવનારી પરિસ્થિતિઓને લઈ પહેલાથી સજાગ રહે છે. તાજેતરમાં એક વ્યક્તિએ ટ્રાઈમ ટ્રાવેલને લઈને સનસની ખુલાસો કર્યો છે.
એક ટિકટોક યૂઝર@timetraveler2582એ વર્ષ 2582માં જવાનો દાવો કર્યો છે. સોશિયલ મીડિયા સાઇટ ટિકટોકપર યૂઝર @timetraveler2582 એ દાવો કર્યો છે કે, તે ટાઇમ ટ્રાવેલ કરી 561 વર્ષ આગળ એટલે કે વર્ષ 2582માં ચક્કર લગાવી ચુક્યો છે. તેનું કહેવું છે કે, 6 જૂન 2026ના દુનિયાભરમાં અચાનક ગાઢ અંધારૂ છવાઈ જશે. તે સમયે કોઈપણ પ્રકારનો પ્રકાશ જ જોવા નહીં મળે. તેના દાવા બાદ તેના ફેન ફોલોઇંગમાં ખુબ વધારો થયો છે.
દુનિયા આખી બદલાઈ જશે!!!
આ ટાઈમ ટ્રાવેલરે તેમના આ દાવાના કોઈ પૂરાવા તો નથી આપ્યા પરંતુ તેણે વિશ્વાસપૂર્વક કહ્યું છે કે, 6 જૂન 2026ના દુનિયાભરમાં 3 દિવસ માટે અંધારૂ છવાશે. આ અંધારૂ ખુબ ગાઢ હશે. તે સમયે આકાશથી આવતા પ્રકાશને નહીં જોઈ શકાય. સાથે લાઇટ કે અન્ય સોર્સનો ઉપયોગ કરવાની મનાઈ હશે. આ સમયે દરમિયાન માત્ર મિણબત્તનો ઉપયોગ કરી શકાશે.
આ પહેલા પણ ઘણા ટાઈમ ટ્રાવેલર પોતાની ભવિષ્યવાણી જણાવી ચુક્યા છે પરંતુ તેમાંથી સાચી સાબિત થવાના પૂરાવા મળ્યા નથી. આ ટાઇમ ટ્રાવેલરના દાવાએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. બધા જાણવા ઈચ્છે છે કે આ દરમિયાન તેણે કઈ રીતે રહેવું પડશે. ટાઈમ ટ્રાવેલરનો દાવો વૈજ્ઞાનિકો માટે મુશ્કેલી બની શકે છે.