પરણીતા પતિની જાણ બહાર યુવક સાથે માણતી શરીરસુખ, પ્રેમી સાથે લગ્ન કરવા લીધા ડિવોર્સ ને પછી તો…….

GUJARAT

વરાછામાં 2 સંતાનની માતાને લગ્નેત્તર સંબંધ બાંધવા ભારે પડી ગયા છે. યુવકના પ્રેમમાં પાગલ પરણીતાએ પ્રેમી સાથે લગ્ન કરવા માટે છૂટાછેડા લઈ લીધા હતા. જોકે, હવસ સંતોષાઇ ગયા પછી પ્રેમીએ લગ્ન કરવાનો ઇનકાર કરી દેતાં પ્રેમિકા પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાનું યૌનશોષણ કરનારા પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

પ્રેમી સાથે લગ્નની લાલચે પરિણીતાએ છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ પ્રેમીએ લગ્નની ના પાડતા ફરિયાદ નોંધાવી હતી. સરથાણા પોલીસે પ્રેમીની ધરપકડ કરી છે. સરથાણા વિસ્તારમાં રહેતી મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ લગ્નનો ઇન્કાર કરનાર પ્રેમીની સરથાણા પોલીસે ધરપકડ કરી છે. મહિલાએ પ્રેમીને પામવા માટે પતિને ડિવોર્સ આપ્યા હતા.

આ અંગેની વિગતો એવી છે કે, સરથામામાં રહેતી પરણીત યુવતીને લગ્નથી બે દીકરીઓ છે. અહીં એક યુવક અવાર-નવાર આવતો હોવાથી પરણીતા સાથે તેને આંખ મળી ગઈ હતી. તેમજ બંને પતિની ગેરહાજરીમાં શરીરસંબંધ પણ બાંધવા લાગ્યા હતા. ત્યારે પ્રેમીએ પરણીતાને લગ્નની લાલચ આપી હતી. જેથી પરણીતાએ પ્રેમી સાથે લગ્ન કરવાની લાલચે પતિને છૂટાછેડા આપી દીધા હતા.

છૂટાછેડા આપ્યા પછી તો પ્રેમી તેની સાથે બિન્દાસ રંગરેલિયા મનાવવા લાગ્યો હતો. જોકે, પોતાની હવસ સંતોષાઇ ગયા પછી તેણે લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો. પોતાની સાથે દગ્ગો થતાં પરણીતાએ સરથામા પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી. પ્રેમિકાએ ફરિયાદ કરતાં પ્રેમી ફરિયાદ કરી લીધી હતી. જોકે, પોલીસે તેને દબોચીને જેલ હવાલે કરી દીધો છે.

Leave a Reply

Your email address will not be published.