પ્રેમનું નાટક કરીને કિન્નર જોડે કર્યું આવુ કામ.લગ્ન થતા જ થયુ આવું ..

about

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે પાનીપતમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

કિન્નરે યુવક સાથે લગ્ન કર્યા પણ તેને ક્યાં ખબર હતી કે આ તેની જીંદગીની મોટી ભૂલ છે, પાનીપતમાં એક કિન્નરને એક યુવક સાથે પ્રેમ થયો. બંનેએ લગ્ન પણ કરી લીધા. પણ કિન્નર જે શરૂઆતમાં પ્રેમ લાગી રહ્યો હતો તે ખરેખરમાં એક કાવતરું નીકળ્યું જેણે આ કિન્નરની જિંદગી બરબાદ કરી દીધી.

પાનીપતનો કિન્નર નવીન હાલ ન્યાય માટે અડધી દાઝેલી હાલતમાં એક પોલિસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશન ફરી રહ્યો છે. અને તેની આ પરિસ્થિતિ માટે કારણભૂત પણ તેનો પ્રેમ જ છે. મહમદપુર ગામના નવીનને નાનપણથી છોકરીઓની જેમ તૈયાર થવું ગમતું હતું. આ જ કારણે નાની ઉંમરે અન્ય કિન્નરોની સાથે મળીને તેણે નાચવા ગાવાનું શરૂ કરી લીધું.

લગભગ 6 મહિના પહેલા તે બિટ્ટુ નામના યુવકને મળ્યો હતો. અને બંને વચ્ચે પ્રેમ થઇ જતા નવીન અને બિટ્ટુએ શિવ મંદિરમાં જઇને લગ્ન કરી લીધા. બંને વચ્ચે પતિ પત્નીને જેમ શારિરીક સંબંધ પણ હતા. નવીન નાચી-ગાઇને જે કમાણી કરતો તે બિટ્ટુને આપતો. પણ પાછળથી નવીનને ખબર પડી કે બિટ્ટુના લગ્ન થઇ ગયા છે. અને આ જ કારણે તેણે પોતાના નાણાં અને દાગીના પાછા માંગ્યા. તો બિટ્ટુએ તેમની પર તેલ નાંખી તેને આગ ચાંપી દીધી.

વધુમાં જ્યારે નવીન પોલીસમાં ફરિયાદ કરવા ગયો તો તેને ખબર પડી કે બિટ્ટીએ જ્યારે તે હોસ્પિટલમાં બેભાન હતો ત્યારે કાગળ પર તેની જોડે અંગૂઠો પણ લગાવી લીધો છે કે તેમની વચ્ચે સમજૂતી થઇ ગઇ છે. આમ નવીન હાલ બધી જ જગ્યાએથી પોતાને અસર્મથ સમજી રહ્યો છે. જો કે હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મુંબઈમાં રહેતી એક યુવતીના પતિ દ્વારા યુવતી સ્ત્રી નહિ હોવાની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં કરવાનો કિસ્સો આવ્યો છે. પત્નીને કિન્નર કહેતો અને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું કહેતો યામીન સૈયદ મુંબઈના ગોવંડી વિસ્તારમાં તેના પરિવાર સાથે રહે છે.

યામીન સૈયદના જણાવ્યા પ્રમાણે લગ્ન પહેલા તે બાંદરાની એક કોલેજમાં આયેશાને મળ્યો હતો. તે સમયે આયેશા બુર્ખામાં જ રહેતી હતી અને સૈયદ સાથે સરખી વાત પણ કરતી ન હતી અને સૈયદને પોતાની પાસે આવવા પણ દેતી ન હતી. આયેશાના આ વર્તનથી સૈયદ તેને પસંદ કરવા લાગ્યો હતો. થોડા સમય બાદ બન્નેને પ્રેમ થઈ ગયો. પ્રેમ થયાના બે મહિના પછી આયેશાએ સૈયદને કહ્યું મારા ઘરે આપણા પ્રેમની બધાને ખબર પડી ગઈ છે.

આયેશાની આ વાત સંભાળીને સૈયદ તેના પરિવાર સાથે લગ્નની વાત કરવા આયેશાના ઘરે પહોંચ્યો અને ત્યાં બંનેના લગ્ન નક્કી થઈ ગયા. બન્ને પરિવારની રાજી ખુશીથી લગ્ન થયા. લગ્નની પહેલી રાતે સૈયદને સેક્સ કરવાની મનાઈ કરી હતી. પછી સૈયદ અને આયેશા હનીમૂન કરવા ચાલ્યા ગયા. હનીમૂન પર પણ સેક્સ માટે ઇનકાર કરતા સૈયદને આયેશા પર શંકા થઈ અને પછી તેને આયેશા સ્ત્રી ન હોવાનો સંદેહ ગયો હતો. જેથી સૈયદે આયેશાને આ બાબતે પૂછતાં આયેશાએ જણાવ્યું કે મારી સારવાર ચાલી રહી છે એટલા માટે મારી બોડીમાં ફરક આવ્યો છે પણ સારવાર પૂરી થયા બાદ બધું સરખું થઈ જશે.

ઘરે પરત ફર્યા બાદ આયેશાનું મેડિકલ ટેસ્ટ કરવાનું નક્કી કર્યું. આ વાતની જાણ આયેશાને જાણ થતા તે પિયર ચાલી ગઈ અને જ્યારે સૈયદના પરિવારજનો આયેશાને લેવા માટે આયેશાના ઘરે પહોંચ્યા ત્યારે આયેશાના પરિવારજનોએ તલાકની માગણી કરી. આ વાતની જાણ સૈયદના પિતાએ સૈયદને કરતા સૈયદે પિતાને કહ્યું આ આયેશા સ્ત્રી નથી એક કિન્નર છે. આ વાતની જાણ મને હનીમૂન પહેલી રાતે થતા હું બીજા દિવસે પરત ફર્યો હતો. આયેશાના પરિવાર દ્વારા આયેશાનું મેડિકલ ટેસ્ટ કરવાની ના પડતા સૈયદ દ્વારા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી.

આ બાબતે પોલીસે જણાવ્યું કે યુવક દ્વારા ફરીયાદ નોંધાવામાં આવી હતી કે યુવતીના પરીવારજનોએ યુવક સાથે છેતરપીંડી કરી યુવતી કિન્નર હોવાની વાત છૂપાવી બન્નેના લગ્ન કરાવ્યા હતા. આ બાબતે અમે યુવતી અને તેના પરિવારજનોને પોલીસ સ્ટેશન બોલાવી યુવતીનું મેડિકલ ટેસ્ટ કરાવી યુવકની ફરિયાદ આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *