પ્રેમનો કરુણ અંજામ, આ કારણે પ્રેમીએ પ્રેમીકાને મોતને ઘાટ ઉતારી

Uncategorized

કલોલના છત્રાલ પાસેથી એક વર્ષ પુર્વે સગીરાના થયેલા અપહરણ મામલે નવો વળાંક આવ્યો છે. આ સગીરાનું તેના પરિણિત પ્રેમીએ મિત્ર સાથે મળીને અપહરણ કર્યા બાદ કડી નજીકના નર્મદા કેનાલમાં ફેંકીને કાસળ કાઢી નાખ્યુ હોવાની સનસનીખેજ વિગતો પ્રકાશમાં આવી છે. આ મામલે ગાંધીનગર એસઓજીએ મુંબઇથી સગીરાના પ્રેમીની ધરપકડ કરી છે. તેની પુછપરછમાં સગીરા તેને બ્લેકમેઇલ કરી પૈસા માંગતી હોવાથી કંટાળીને આ હિંચકારુ કૃત્ય આચર્યુ હોવાનું ખુલ્યુ છે. પોલીસે તેની સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

ગત માર્ચ માસમાં અમદાવાદ જિલ્લાના એક ગામની સગીરાને કલોલ તાલુકાના છત્રાલ પાસે બોલાવી તેનું અપહરણ કરવામાં આવ્યુ હોવાની ફરિયાદ કલોલ તાલુકા પોલીસ મથકે નોંધાઇ હતી. જે મામલે ગાંધીનગર પોલીસે અજાણ્યા શખ્સની તપાસ હાથધરી હતી. દરમિયાન આ કેસની તપાસ એસઓજી પોલીસે હાથપર લીધી હતી. પોલીસને તપાસ દરમિયાન જય ઉર્ફે જયકિશન ઉર્ફે જેકી મનોજ ચૌહાણ (રહે. બી.૨૦૫, ઔડાના મકાન, દાસ્તાન સર્કલ, નરોડા, અમદાવાદ) પર શંકા ગઇ હતી. સગીરાને તેની સાથે સબંધ હોવાનું જણાયુ હતું. આથી પોલીસે જય ઉર્ફે જયકિશન ચૌહાણ પર વોચ ગોઠવી હતી.

ઉલ્લેખનીય છેકે, જય કિશન ચૌહાણ મુળ જામનગર જિલ્લાના થાવરિયા ગામનો રહિશ છે. તે મુંબઇમાં મોબાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જણાતા પોલીસની તપાસનો દોર મુંબઇ તરફ પહોંચ્યો હતો. જ્યાં પોલીસને બાતમી મળી હતી કે, જય કિશન તેની બહેનના ઘરે વારંવાર આવે છે. આ ચોક્કસ બાતમીના આઘારે પોલીસ ઇન્સપેક્ટર સચિન પવારે એક ટીમ મુંબઇ રવાના કરી હતી. જય કિશન અગાઉ અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલો હોય પોલીસે તેને પકડવા માટે સ્થાનિક પોલીસની મદદ લીધી હતી. આ દરમિયાન જયપ્રકાશને એસઓજીની ટીમે મુંબઇથી ઝડપી ગાંધીનગર લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની પુછપરછમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી.

આ મામલે એસઓજી પી.આઇ સચિન પવારે જણાવ્યુકે, ઝડપાયેલો જય ઉર્ફે જયકિશન ચૌહાણ અને સગીરાને પ્રેમસબંધ હતો. જય કિશન પરણિત હતો. તેને તેની પત્નીની બહેનપણી મારફત સગીરા સાથે મુલાકાત થઇ હતી. બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયા બાદ સગીરા તેને અંગતપળોના વિડિયો પત્નીને બતાવી વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરતો હતો. આથી જય કિશને તેનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યુ હતું.

આ માટે તેણે મુંબઇ વસઇ નાલાસોપારા ખાતે રહેતા અને મુળ ઉત્તર પ્રદેશના સહારનપુરના વતની મનોજ જયસ્વાલની મદદ લીધી હતી. કાવતરા પ્રમાણે જય ચૌહાણે સગીરાને છત્રાલ બોલાવી હતી. જ્યાંથી તેનું અપહરણ થયુ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, અપહરણ બાદ જય કિશન તેને ફોર વ્હિલ ગાડીમાં કડીના લુણાસન પાસે આવેલ કેનાલ પાસે લઇ ગયો હતો. જ્યાં તેણે પ્રેમિકાને કેનાલમાં ફેંકી હત્યા કરી નાખી ફરાર થઇ ગયા હતો. જય કિશન સામે ગાંધીનગર, મહારાષ્ટ્ર, અમદાવાદ સહિત વિવિધ જગ્યાએ તેની સામે સાત જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે જેમાં આર્મ્સ એક્ટ, દારૃની હેરાફેરી અને હનિટ્રેપ સહિતના ગુનાનો સમાવેશ થાય છે.

સગીરા જીવતી હોવાનું સાબિત કરવા મોબાઇલ મારફત પરિવારના સભ્યોને મેસેજ મોકલતો હતો

જય ઉર્ફે જયકિશન ચૌહાણે સગીર પ્રેમિકાનું કાસળ કાઢી નાખ્યા બાદ તે જીવતી હોવાનું પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તેણે ઘટનાને અંજામ આપ્યા બાદ સગીરાના નામથી તેના પરિવારજનોને ડમી સીમકાર્ડ અને ઇન્સ્ટ્રુમેન્ટ વાપરી ઇન્ટરનેટ મિડિયાના માધ્યમથી મેસેજ મોકલતો હતો. જેના કારણે પ્રારંભમાં સગીરાનું માત્ર અપહરણ થયુ હોવાનું જ માનવામાં આવ્યુ હતું. જોકે, ત્યારબાદ સગીરાની લાશ મળી આવી હતી અને સમગ્ર મામલો હત્યાનો હોવાનું જણાયું હતું.

Leave a Reply

Your email address will not be published.