‘પ્રેમીએ પ્રેમિકાના પતિને કહ્યું તારી પત્ની કેમ મારી સાથે બોલતી નથી? એ મારી સાથે નઈ બોલે તો મજા નઈ આવે’

GUJARAT

આજકાલ યંગસ્ટર્સ પ્રેમમાં પડે છે પછી અનેક દરેક સીમાઓ ઓળંગી નાંખે છે જેના પરિણામો પાછળથી ભોગવવા પડે છે. અમુક કિસ્સાઓમાં તો માઠા પરિણામ પણ આવે છે. જુવાનીમાં કરેલો પ્રેમ લગ્ન બાદ એક મુસીબત બની જતી હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં એક પ્રેમિકાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. જેના કારણે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. વેજલપુરમાં પરિણીતાએ સંબંધ તોડતા તેના પ્રેમીએ પોતાના પતિને ફોન કરી ધમકી આપી હતી.

અમદાવાદના આ કિસ્સામાં એક પરિણીત પ્રેમીકાએ પ્રેમી સાથે બોલવાનું બંધ કરતા પ્રેમી છેલ્લી કક્ષાએ ઉતરી આવ્યો હતો અને તેણે પ્રેમિકાના પતિને ફોન પર ધમકી આપી હતી. ફોન પર ધમકી આપતા પ્રેમીએ પતિને જણાવ્યું હતું કે તારી પત્ની મારી સાથે પ્રેમસંબંધ નહીં રાખે તો તારી પત્નીને શાંતિથી રહેવા નહીં દઉં. ત્યારબાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને વેજલપુર પોલીસમાં પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે શહેરના વેજલપુર વિસ્તારમાં રશ્મિ (નામો બદલેલા છે) તેના પતિ મિતેશ સાથે રહે છે. રશ્મિને સાત વર્ષ પહેલા નવા વાડજ ખાતે રહેતા વિમલ પંચાલ સાથે મિત્રતા થઈ હતી ત્યારબાદ સમય જતા મિત્રતામાં આંખ મળી ગઈ હતી આ સંબંધ પ્રેમમાં પરીણમ્યો હતો. પરંતુ કેટલાક સમયથી રશ્મિને પાછળથી પોતાની ભૂલ સમજાતા તેણે વિમલ સાથે પ્રેમસંબંધો તોડી નાખ્યા હતા.

1 જાન્યુઆરીએ વિમલે રશ્મિના પતિ મિતેશને ફોન કરીને ધમકી આપતા જણાવ્યું હતું કે, તારી પત્ની મારી સાથે કેમ બોલતી નથી. જેથી રશ્મિએ વિમલને કહ્યું કે, મારે તારી સાથે કોઇ જ સંબંધ રાખવો નથી. જેથી પ્રેમી વિમલ ઉશ્કેરાઇ જઇને પ્રેમિકાના પતિને ફોન કરીને કહ્યુ કે, તારી પત્ની મારી સાથે પ્રેમસંબંધ નહીં રાખે તો ‘હું તને અને તારી પત્નીને શાંતિથી રહેવા નહીં દેવ’. કહીને ધમકી આપતા હિરેને ફોન મૂકી દીધો હતો.

આ પછી પણ વિમલ રશ્મિ અને મિતેશને ફોન કરીને વારંવાર હેરાન પરેશાન કરતો હતો. આ સમગ્ર ઘટનાથી આખરે કંટાળીને બન્ને જણાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published.