પ્રેમી સાથે રંગરેલિયા મનાવ્યા બાદ વિદ્યાર્થીની થઈ ગર્ભવતી, હોસ્ટેલના બાથરૂમમાં બાળકને જન્મ આપી ફેંકી દીધું

nation

નવજાતને ત્યજી દેવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. જેમાં સૌથી વધુ એવા કિસ્સા હોય છે, જેમને પ્રેમસંબંધો બાદ ગર્ભ રહી જતો હોય છે. પરંતુ સુરતનો એક કિસ્સો ચોંકાવનારો છે. સુરતની નર્સિંગ હોસ્ટેલની એક વિદ્યાર્થીનીને પ્રેમ સંબંધ બાદ ગર્ભ રહી ગયો હતો. તેણે હોસ્ટેલના બાથરૂમમાં બાળકને જન્મ આપીને તેને ત્યાં જ ત્યજી દીધુ હતું. બાથરૂમમાં મૃત નવજાત મળી આવતા ઉહાપોહ મચી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સગરામપુરાની જૂની મહાવીર નર્સિંગ હોસ્પિટલના હોસ્ટેલના બાથરૂમમાં મોડી રાત્રે એક વિદ્યાર્થીનીને કાળ કલરની પ્લાસ્ટિકની થેલીમાં એક બાળક મળ્યુ હતું. વિદ્યાર્થીની આ જોઈ ચોંકી ગઈ હતી. તેણે તાત્કાલિક હોસ્ટેલના આચાર્યાને જાણ કરી હતી.

તપાસ કરતા જાણવા મળ્યુ કે, નવજાત બાળક મૃત હતુ. વોર્ડને તપાસ કરતા જાણવા મળ્યુ કે, હોસ્ટેલની વિદ્યાર્થીની એક યુવકના પ્રેમમા હતી. જેના થકી તેને 8 માસનો ગર્ભ રહી ગયો હતો. તેણે એબોર્શન માટે દવાઓ પણ લીધી હતી. છતા તેને ગર્ભ રહી ગયો હતો. 8 મા માસે વિદ્યાર્થીનીને દુખાવો ઉપડ્યો હતો. જેથી તેણે હોસ્ટેલના બાથરૂમમાં જ મૃત બાળકને જન્મ આપ્યો હતો.

સમગ્ર ભાંડો ફૂટતા હોસ્ટેલમાં ઉહાપોહ મચી ગયો હતો. પોતાનુ પાપ છુપાવવા 21 વર્ષીય વિદ્યાર્થીનીએ આવુ કૃત્ય કર્યુ હતું. પ્રિન્સીપાલે પોલીસ ફરિયાદ આપતા 21 વર્ષની વિદ્યાર્થિની સામે ગુનો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, જુની મહાવીર હોસ્પિટલમાં સાતમાં અને આઠમાં માળે નર્સિંગ સ્કૂલની હોસ્ટેલ કાર્યરત છે. જેમાં નર્સિંગ ભણતી વિદ્યાર્થીનીઓ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *