કાંગારુંનો દેશ ઓસ્ટ્રેલિયામાં એક યુવતી અને એક યુવક રિલેશનશિપમાં હતા, પરંતુ જ્યારે તેમનું બ્રેકઅપ થયું ત્યારે યુવતી એક વાતને લઈને ચિંતામા મુકાઈ ગઈ હતી. જી હા, જ્યારે તે બંને રિલેશનશિપમાં હતા ત્યારે યુવકે યુવતીના નગ્ન અવસ્થાના કેટલાક ફોટાઓ પાડી લીધા હતા જે યુવક પાસે હતા. એવામાં યુવતીએ તે ફોટાને મેળવવા માટે એક કમાલની રીત અજમાવી.
જણાવી દઈએ કે સિડનીમાં રહેનારી જૈના હોકિંગ એક ટીવી ચેનલમાં પ્રોડયૂસર છે. જૈનાએ જણાવ્યું કે કેવી રીતે તેણે પોતાની ન્યૂડ પિક્સને ડીલીટ કરવા માટે એક જોખમ ઉઠાવ્યું હતુ.
જૈનાએ જણાવ્યું કે, ‘મેં તેને પોતાની કેટલીક ન્યૂડ તસ્વીરો મોકલી હતી. તેની પર મેં ભરોસો રાખ્યો હતો. તેણે પણ મારી કેટલીક તસ્વીરો ખેંચી લીધી હતી. પરંતુ જ્યારે અમારું બ્રેકઅપ થયું તો હું ખુબ ડરી ગઈ હતી’.
જૈનાએ વધારામાં કહ્યું કે, મને લાગ્યું કે હવે તે બદલો લેવા માટે મારી તસ્વીરોને જ્યાં-ત્યાં શેર કરી શકે છે. કે કોઈ સોશિયલ પોર્ન સાઈટ પર પણ અપલોડ કરી શકે છે. તે માટે મારે કઈપણ રીતે ડીલીટ કરવાના હતા.
પછી જૈના બોલી કે, મારા દિમાગમાં ફોટો ડીલીટ કરવાનો આઈડિયા આવ્યો. હું તેના ફોનનો પાસવર્ડ જાણતી હતી. માટે મેં અડધી રાત્રે તેના ઘરે ઘુસવાનો નિર્ણય લીધો. હું અડધી રાતે તેના ઘરે પહોંચી, મને જાણ હતી કે બારીના રસ્તાથી હું બેડરૂમ સુધી પહોંચી જઈશ. અને આખરે મેં તે ફોટાને ડીલીટ કરી દીધા.