પ્રેગ્નન્ટ થવા માટે કઈ સેક્સ પોઝિશન સૌથી બેસ્ટ છે? જાણૉ એક મહિલાનો સવાલ

GUJARAT

પ્રશ્ન : હું 23 વર્ષની યુવતી છું. મારો અભ્યાસ હમણાં જ પૂર્ણ થયો છે. મારું મિત્રવર્તુળ બહુ મર્યાદિત છે અને અંગત કહેવાય એવી કોઇ નજીકની મિત્ર પણ નથી. મારા બે મહિના પછી લગ્ન છે પણ મને લગ્નની પહેલી રાત વિશે કોઇ જ માહિતી નથી. આ કારણે લગ્ન વિશે વિચારીને મને બહુ ડર લાગે છે. મારો આ ડર દૂર કરવા માટે શું કરવું જોઇએ? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : લગ્ન પહેલાં જાતીય જીવન વિશે સામાન્ય સમજણ હોવી જરૂરી છે. જો એ ન હોય તો લગ્નજીવનની શરૂઆતમાં જ સમસ્યા ઊભી થઇ શકે છે. આજની યુવા પેઢી પ્રમાણમાં સ્માર્ટ હોય છે અને મોટેભાગે એને જાતીય વ્યવહારો વિશેની સમજણ હોય છે જ. જો તમે આ વિશે ખરેખર કશું ના જાણતા હો તો કોઈ સચોટ વૈજ્ઞાનિક માહિતી આપનારાં પુસ્તકો વાંચો.

આ વિષયની માહિતી મેળવવા માટે સસ્તું અને ઊતરતી કક્ષાનું સાહિત્ય વાંચવું જોઈએ નહીં. આવાંઆવ ને મળવા વાદળી વાદળા.. પુસ્તકો માર્ગદર્શન આપવાના બદલે ગેરમાર્ગે દોરતા હોય છે. તમારા અને તમારા ભાવિ પતિ વચ્ચે લાગણીનો તંતુ રચાય એ માટે પ્રયાસ કરો. લગ્ન વિશેનો ડર મનમાંથી કાઢી નાખો. જો તમારે આ લગ્ન પછી જાતીય જીવન અને ફેમિલી પ્લાનિંગ વિશે સાચું અને નક્કર માર્ગદર્શન જોઇતું હોય તો તમે કોઇ સારા ડોક્ટરની મદદ લઇ શકો છો. યોગ્ય ડોક્ટર કાઉન્સિલિંગ કરીને તમને મૂંઝવતા તમામ સવાલોનો ઉકેલ આપી શકશે અને લગ્ન વિશેનો તમારો ડર દૂર કરી શકશે.

સવાલઃ અમે પરિણીત કપલ છીએ અને અમારી ઉંમર 44 વર્ષ અને 47 વર્ષ છે. ઈન્ટિમેટ ફિઝિકલ એક્ટ દરમિયાન લુબ્રિકન્ટની ઉણપના કારણે સમગ્ર એક્ટ અમારા માટે ખૂબ જ તકલીફદાયક હોય છે. હવે અમે ઈવ જેલ નામનું લુબ્રિકન્ટ યૂઝ કરવાનું શરુ કર્યુ છે.

તમને શું લાગે છે શું આ જેલ સ્પર્મ ફ્રેન્ડલી અને પ્રેગ્નન્સી ફ્રેન્ડલી છે. એ પણ જણાવો કે કઈ સેક્સ પોઝિશન ગર્ભધારણ માટે સૌથી બેસ્ટ છે કારણકે અમે બન્ને લાંબા સમયથી મિશનરી પોઝિશનમાં સેક્સ કરી રહ્યા છે પરંતુ અત્યાર સુધીમાં ગર્ભધારણ કરી શક્યા નથી?

જવાબઃ ડ્રાઈનેસની સમસ્યા દૂર કરવા માટે લુબ્રિકન્ટ યૂઝ કરવામાં કોઈ જ તકલીફ નથી. તમે જે લુબ્રિકન્ટનો ઉપયોગ કરો છો.
તે સ્પર્મ અથવા તો પ્રેગ્નન્સી ફ્રેન્ડલી છે કે નહીં તેનો જવાબ તો માત્ર જેલ બનાવતી કંપની જ આપી શકે છે. અઢળક સેક્સ પોઝિશન્સ ગર્ભધારણ માટે યોગ્ય માનવામાં આવે છે અને તમે જે મિશનરી પોઝિશનને યૂઝ કરો છો તે પણ ખૂબ જ ફેમસ છે. મારી સલાહ એ જ છે કે તમે કોઈ સારા ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરો અને પછી ડોક્ટરની સલાહથી કેટલાક જરુરી ટેસ્ટ કરાવો.

Leave a Reply

Your email address will not be published.