પ્રથમવાર દુનિયાની સામે આવી ISISના આતંકીની દુલ્હન, જણાવી ‘જેહાદ’ની હકીકત

WORLD

જેહાદમાં સામેલ થવા માટે 15 વર્ષની ઉંમરમાં સીરિયા ગયેલી ISIS આતંકીની દુલ્હન શમીમા બેગમ હવે પોતાના દેશમાં પરથ ફરવા માંગે છે. તેનો દાવો છે કે જેહાદીયોએ તેને લલચાવી હતી. જેના કારણે તેને દેશ છોડવાનો ખોટો નિર્ણય કર્યો હતો. માટે હવે તેને પોતાના દેશમાં જવાની તક આપવી જોઇએ.

ધ સનની રિપોર્ટ અનુસાર, શમીમ બેગમ ISISમાં સામેલ થવા માટે વર્ષ 2014માં બ્રિટેન છોડી સીરિયા પહોંચી ગઇ હતી. તે સમયે તેની ઉંમર માત્ર 15 વર્ષ હતી. તેણે ત્યાં ISISના એક આતંકી સાથે લગ્ન કરી લીધા હતા અને તેની સાથે જેહાદમાં સામેલ થઇ ગઇ હતી. આ લગ્ન બાદ તે બે બાળકોની માતા બની.

ISISના આતંકીઓએ સીરિયા અને ઇરાકના મોટા ભાગ પર કબજો કરી મોટા પ્રમાણમાં સામાન્ય માણસોને મોતને ઘાટ ઉતાર્યા. જેના પછી અમેરિકા અને રૂસ સહિત ઘણા દેશોએ આતંકીઓ વિરૂદ્ધ સીરિયા-ઇરાકમાં અભિયાન શરૂ કર્યું. જેમાં મોટી સંખ્યામાં ISISના આતંકીઓ માર્યા ગયા. મૃતકોમાં શમીમા બેગમનો પતિ પણ સામેલ હતો.

બ્રિટેને દેશમાં ઘૂસવા પર પ્રતિબંધ લગાવ્યો

સીરિયા-ઇરાકથી ISISના આતંકીઓનો સફાયો થયો અને પોતાના પતિની મોત થયા બાદ શમીમા બેગમે બ્રિટેનમાં પરત ફરવાનો પ્રયત્ન કર્યો. જેની જાણકારી મળતા જ બ્રિટિશ સરકારે ફેબ્રુઆરી-2019માં તેની નાગરિક્તા રદ કરી અને કહ્યું કે તેને ક્યારેય દેશમાં નહીં ઘૂસવા દેવામાં આવે. તેના પછીથી શમીમા બેગમ સીરિયાના એક રેફ્યૂજી કેમ્પમાં રહે છે.

આતંકીઓએ મને લલચાવી

ગુડ મોર્નિંગ બ્રિટેન સાથે લાઇવ ટેલિકાસ્ટમાં પ્રથમવાર દુનિયા સાથે વાત કરતા શમીમા બેગમે પોતાની જાતને સંપૂર્ણપણે નિર્દોષ ગણાવી. હોઠો પર લાલ રંગની લિપસ્ટિક લગાવી શમીમાએ દાવો કર્યો કે તે સમયે તે ખુબ જ નાની હતી. તેને ISના આતંકીઓએ લલચાવી હતી. જેના કારણે તેને દેશ છોડી દીધો. હવે તે મરવું પસંદ કરશે પરંતુ ક્યારેય ISISમાં નહી જોડાય.

મેં જેહાદમાં ભાગ નથી લીધો

IS આતંકીની પૂર્વ પત્ની રહેલી શમીમા બેગમે દાવો કર્યો કે, તેણે જેહાદમાં ભાગ નથી લીધો. તે તો માત્ર પોતાના પતિના બાળકોને સાચવતી હતી અને તેની પત્નીની જવાબદારી સંભાળી રહી હતી. શમીમાએ કહ્યું કે મુસ્લિમ હોવાના નામે તેને ઇન્ટરનેટ પર ફસાવવામાં આવી હતી. તેને કહેવામાં આવ્યું હતું કે, બ્રિટેનમાં રહીને તે સારી મુસ્લિમ બની શક્શે નહીં માટે તેને જેહાદમાં સામેલ થવા માટે સીરિયા જવું જોઇએ. તેણે કહ્યું કે બ્રિટેન છોડતા સમયે તે વિચારી રહી હતી કે ISISના કોઇ વ્યક્તિ સાથે તે લગ્ન કરશે. તેના પછી તેના બાળકોને જન્મ આપશે અને પ્યોર ઇસ્લામિક જીવન વ્યતિત કરશે. તેને ખબર નહોતી કે સીરિયામાં તે આવી ભયાનક ખીણમાં ફસાઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *