પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારના ઉત્તર પ્રદેશના મહોબામાં ગરીબી રેખાની નીચે રહેનારા લાભાર્થીઓની વચ્ચે એલપીજીનું કનેક્શન વિતરિત કરીને ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ મજૂરો માટે એક મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે તેમને એડ્રેસ પ્રુફ વગર પણ ગેસ કનેક્શન મળી જશે. પ્રધાનમંત્રીએ આ અવસર પર વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી આ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો.
