પ્રથમ નઝર માં દિલ ખોઈ બેઠો આ 36 વર્ષનો જુવાન અને 52 વર્ષની વૃદ્ધ મહિલા સાથે કરી લીધા મેરેજ

GUJARAT

લગ્ન ઉપરવાળો નક્કી કરે છે એમાં આપણી પસંદગી પણ નથી જ ચાલતી, ઉપરથી જ બધુ ફિક્સ થઈને આવતું હોય છે એમ કહેવાય છે આજે અમે તમને વાત કરીશું એક એવા ગુજરાતી કપલની કે જે જાણીને તમને નવાઈ લાગશે.

મમતા ભટ્ટ અને ભાવિન રાવલ કે જેમની વચ્ચે 16 વર્ષ ની ઉંમર ગેપ છે..ભાવિન રાવલ મોટા નથી પણ મમતાથી નાના છે અને તેઓ મમતાને ખૂબ પ્રેમ કરે છે અને હાલ સુખી લગ્ન જીવન જીવે છે..

12 વર્ષના લાંબા લગ્નજીવનમાં રહ્યા પછી મહિલાએ છૂટાછેડા લીધા હતા અને 20 વર્ષ માતા-પિતા સાથે રહેતી આ મમતા ભટ્ટે કહ્યું હતું કે- ભલે મારી ઉંમર 52 વર્ષની હોય, પરંતુ અમારું એક સંતાન આવે એવો પ્રયત્ન અમે ચોક્કસ કરીશું

36 વર્ષના કુંવારા યુવકે છૂટાછેડા લીધેલી 52 વર્ષની મહિલા સાથે અનુબંધ ફાઉન્ડેશનના સહયોગથી લગ્ન કરી લીધા છે. વર-વધૂ વચ્ચે 16 વર્ષનો તફાવત રહેલો છે. કન્યાના જણાવ્યા અનુસાર, અગાઉના પતિ સાથે મનમેળ ન બેસતાં 12 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લઈ લીધા હતા. અને એ પછી 81 વર્ષના વૃદ્ધ માતા-પિતા સાથે 20 વર્ષ રહી હતી અને તેમની સેવા કરી રહી હતી.

અનુબંધ ફાઉન્ડેશને યોજેલા એક સેમિનારમાં આ બંનેની મુલાકાત થઈ ગઈ હતી. મહિલાનું કહેવું છે કે વાતચીત દરમિયાન 36 વર્ષના યુવકનો સ્વભાવ અને રહેણીકરણી એકદમ સમાન લાગતાં લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. અમારી વચ્ચે ઉંમરનો ભલે ઘણો મોટો તફાવત રહેલો હોય, પરંતુ લાગણીને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી હોતુ.

52 વર્ષનાં મમતા ભટ્ટના જણાવ્યા મુજબ, મારા ભૂતકાળના 12 વર્ષના લગ્નજીવનમાં મેં ખુબજ માત્ર ત્રાસ સહન કર્યો હતો, પરંતુ હવે મને સાચો જીવનસાથી મળી ગયો હોય તેવું મને લાગી રહ્યું છે. ઈશ્વર ખુદ નથી આવતા હોતા, પરંતુ કોઈકને નિમિત્ત બનાવીને મોકલતા હોય છે. મારા જીવનમાં ભાવિન એવી જ રીતે આવ્યા હોય તેમ મને લાગે છે.

36 વર્ષના યુવક ભાવિન રાવલે કહ્યું હતું કે, આટલા વર્ષે પણ મને ગોલ્ડ મળ્યું હોય એવો મને અનુભવ થાય છે. મારી પત્ની મારા કરતાં ઉંમરમાં ભલે ખુબજ મોટી હોય, પરંતુ અમારા વિચારો, સ્વભાવ અને લાગણી એકસમાન જ છે.

મિત્રો કોઈએ એ “સાચું જ કહ્યું છે, જોડાં ઈશ્વર ઉપરથી નક્કી કરીને મોકલતા હોય છે”. ઉંમર ભલે મોટી હોય, પરંતુ મનની સુંદરતા વધુ મહત્ત્વની હોય છે. અને અમે બન્નેએ સતત 2 મહિના સુધી વાતચીત કર્યા બાદ નક્કી કર્યું કે હવે આગળનું જીવન સાથે વિતાવીશું. મારી પત્ની મોટી ઉંમરનાં હોવાને લીધે, ઘરના બધાને ખુબજ સમજાવવા પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.