પ્રસૂતિનો દુખાવો ઉપડતા ન્યૂઝીલેન્ડની સાંસદ સાઈકલ લઈને પહોંચી હોસ્પિટલ

GUJARAT

ન્યૂઝીલેન્ડના સાંસદ જુલી એની જેન્ટરે રવિવારે (28 નવેમ્બર)ના રોજ એવું કામ કર્યું, જેને સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. વાસ્તવમાં, જુલી એની જેન્ટર ગર્ભવતી હતી અને રવિવારે અચાનક તેને પ્રસૂતિનો દુખાવો શરૂ થયો. આવી સ્થિતિમાં તે પોતાની સાઇકલ પર હોસ્પિટલ પહોંચી અને લગભગ એક કલાક બાદ તેણે બાળકીને જન્મ આપ્યો. આ પછી તેણે સોશિયલ મીડિયા દ્વારા સમગ્ર ઘટના વિશે જણાવ્યું.

શું છે સમગ્ર મામલો

મળતી માહિતી મુજબ ન્યૂઝીલેન્ડની સાંસદ જુલી એની જેન્ટરે રવિવારે ફેસબુક પર એક પોસ્ટ કરી હતી. આ વાંચીને બધા તેની હિંમતને સલામ કરવા લાગ્યા. જુલીએ લખ્યું, આજે સવારે 3.04 વાગ્યે અમારા પરિવારમાં એક નવા મહેમાનનું આગમન થયું. મેં ક્યારેય એવુ આયોજન નહોતુ કર્યું કે, પ્રસૂતિની પીડા દરમિયાન મારે સાઇકલ ચલાવવી પડશે, પરંતુ મારે આવું કરવું પડ્યું.

જેન્ટરે હૃદય સ્પર્શી વાત લખી

જેન્ટરે ફેસબુક પર લખ્યું, જ્યારે અમે હોસ્પિટલ જવા માટે સવારે 2 વાગે ઘરની બહાર નીકળ્યા ત્યારે મને વધારે દુખાવો નહોતો. તે સમયે 2-3 મિનિટના અંતરે પીડાની લહેર આવતી હતી, પરંતુ થોડા સમય પછી દુખાવો વધવા લાગ્યો. જો કે, હવે અમારી પાસે એક સ્વસ્થ બાળકી છે જે તેના પિતા પર ગઈ છે.

જેન્ટર 2006માં ન્યુઝીલેન્ડ આવ્યા હતા

તમને જણાવી દઈએ કે જેન્ટર પાસે ન્યૂઝીલેન્ડ અને અમેરિકા બંનેની નાગરિકતા છે. વાસ્તવમાં, તેણીનો જન્મ મિન્નેસોટા, યુએસએમાં થયો હતો અને 2006 માં ન્યૂઝીલેન્ડ રહેવા આવ્યા હતા. નોંધનીય છે કે જેન્ટોર પરિવહનની બાબતોમાં તેમની પાર્ટીના પ્રવક્તા છે. તેણે પોતાની ફેસબુક પ્રોફાઈલમાં લખ્યું છે કે તેને સાઈકલ ચલાવવાનો શોખ છે. સ્થાનિક મીડિયા અનુસાર, 2018માં જ્યારે તેણે તેના પહેલા બાળકને જન્મ આપ્યો ત્યારે પણ તે સાઈકલ પર હોસ્પિટલ પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *