સુરતના ‘ મેયર મહેલ’નું અધધધ વીજબિલ આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સવા કરોડના વૈભવી બંગલાનું પહેલું લાઇટબિલ 51 હજારથી વધુ આવ્યું હોવાની માહિતી સામે આવી છે. જેમાં મેયર દ્વારા કલ્સ મુકાયા તે અગાઉના બિલ કરતાં 4 ગણો બીલમાં વધારો આવ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ઉધના-મગદલ્લા રોડ પર પાલિકાએ 5983 ચો.મી.ના એરિયામાં સાકાર કરેલા આલિશાન મેયર બંગલામાં અધધ વીજબિલ 51,890 રૂપિયા આવ્યું છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા અનુપ રાજપુતે મેયર પર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે એક તરફ મનપાની તિજોરી ખાલી થઇ રહી છે તો બીજી તરફ સુરતમાં 5 કરોડનો મેયર બંગલો તૈયાર થઇ ગયો છે. મેયરના આ બંગલાના ઇન્ટીરીયર ડેકોરેશન પાછળ જ સવા કરોડ રૂપિયા ખર્ચાયા છે અને હવે પહેલું જ લાઇટબીલ હજારોનું આવ્યું છે.
સુરત શહેર મેયર તો આ સુખ ભોગવશે પરંતુ પૈસા પ્રજાના પરસેવાના જશે. આ ઘટના પરથી લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ સુરત શહેરનો વિકાસ છે કે મેયરનો…વધુમાં તેમણે ઉમેરીયું હતું કે આ બિલ પાલિકા ચોપડે નોંધવા કરતા મેયરે આ બિલ પોતાના ખર્ચે ભરવું જોઈએ, ન કે પ્રજાના પૈસા ઉપર જલસા કરવા જોઈએ. આ સાથે જ ચારો તરફથી આક્ષેપો થતા મેયર હેમાલી બોગવાળાએ પોતાનો પક્ષ મુક્તા કહ્યું હતું કે આ બિલ મારા લીધે નહિ આવ્યું. બંગલો બનતો હતો જે તે વખતે કામકાદ થતું હતું. સરકારી વ્યવસ્થા ઉભી કરાતી હતી, તેના ભાગરૂપે આ બિલ આવ્યું છે. હું બંગલામાં માત્ર મિટીંગ અથવા કોઈ કાર્યક્રમ હોય તો જ જાવ છું.
જો કે સુરત મેયર મે મહિનાના અંતમાં મેયર મહેલમાં કુંભ ઘડો મુકી આવ્યા હતા. ત્યારે મે મહિનાનું ઇલેકટ્રીક બિલ માત્ર રૂપિયા 12,120 અને બીજા બે બિલ 3560- 3560ના આવ્યા હતાં. ત્યારબાદ મેયર મહેલનો વપરાશ શરૂ થઈ ગયા બાદ તેનું પ્રથમ બિલ 3 જુલાઈએ અઠવા ઝોનના હાથમાં આવ્યું હતું. તેમાં રૂપિયા 51,890નું ઇલેકટ્રીક બિલ પાલિકાના ચોપડે ચઢ્યું છે. તેથી હવે ઝોને આ બિલ સહિતના યુટિલિટી બિલોમાં પણ વધારો આવશે તેવી ગણતરી કરાય રહી છે. ગેસ કનેક્શન માટે ગત તારીખ 23 જૂને રૂપિયા 9394 અને તારીખ 2 જૂને 5854 ભરવામાં આવ્યાં છે.
શહેરના પ્રથમ નાગરિક મેયરના અલાયદા નિવાસ સ્થાન તરીકે છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલી કામગીરી પૂર્ણ થઇ છે. 4.83 કરોડના ખર્ચે મેયર બંગલો તૈયાર થઇ ચુક્યો છે. આ પૈકી બંગલાના સુશોભન પાછળ સવા કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે….
મેયરના બંગલામાં શું-શું છે?
ગ્રાઉન્ડ ફ્લોર, પબ્લિક ઝોન, સિક્યુરિટી કેબિન, સર્વન્ટ ક્વાર્ટસ, વેઈટિંગ એરિયા, ઓફિસ, ગેસ્ટ રૂમ
પ્રાઈવેટ ઝોન, ફોર્મલ લિવિંગ રૂમ, ફોર્મલ ડાઈનિંગ રૂમ, મેડીટેશન રૂમ, માસ્ટર બેડ રૂમ કિચન, સ્ટોર રૂમ, યુટિલિટી રૂમ, ફેમિલી ડાયઇનિંગ, ફેમિલી શીટિંગ, પૂજા, બેડરૂમ કોર્ટયાર્ડ
પ્રથમ માળ, પ્રાઈવેટ ઝોન, બેડ રૂમ (3), માસ્ટર બેડ રૂમ (1)