પોતાના બ્રેસ્ટ મિલ્કનું વેચાણ કરી લાખોની કમાણી કરતી આ મહિલા

WORLD

બાળક માટે માતાનું દૂધ અમૃત ગણવામાં આવે છે. તેમજ તેનું બાળકના પોષણ માટે ઘણું મહત્વ છે. પરંતુ એક માતા એવા પણ છે જે “બ્રેસ્ટ મિલ્ક” વેચીને લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. સાઈપ્રસની રહેવાસી રાફાએલા લાંપ્રોઉ પોતાના બ્રેસ્ટ મિલ્કને બોડી બિલ્ડર્સને વેચે છે, જેના કારણે તેને લાખોની કમાણી થઈ રહી છે. રાફાએલાના શરીરમાં જરૂરિયાતથી વધુ પ્રમાણમાં બ્રેસ્ટ મિલ્ક બને છે, જેનો તેમના માટે કોઈ ઉપયોગ નથી. તેથી તેણી આ દૂધ વેચીને કમાણી કરે છે.

24 વર્ષની રાફાએલા બે બાળકોની માતા છે. અગાઉ તેણી પોતાનું બ્રેસ્ટ મિલ્ક એવી મહિલાઓને ડોનેટ કરતી હતી જે પોતાના બાળકોને સ્તનપાન કરાવવામાં સક્ષમ ન હતી. જે પછી કેટલાંક પુરૂષોએ પણ રાફએલાનો સંપર્ક કર્યો અને તેમને બ્રેસ્ટ મિલ્ક સપ્લાઈ કરવાની વાત કરી હતી. રાફએલાએ માંગને જોતાં ઓનલાઈન બ્રેસ્ટ મિલ્ક વેચવાની શરૂઆત કરી. રાફએલા પોતાના દૂધને 1 યૂરોની કિંમતે વેચતી હતી.

રાફાએલાનું દૂધ ખરીદનાર બોડી બિલ્ડરોનું માનવું છેકે, આ દૂધ સ્નાયુઓ માટે ઘણું લાભદાયક છે. રાફાએલાના અનુસાર, તેણે પોતાના આ કામ માટે ટેસ્ટ કરાવવું પડે છે અને તેઓ સિગરેટ અને દારૂનું સેવન કરતાં નથી તેમ બતાવવું પડે છે. રાફાએલા કહ્યું કે, મને નથી ખબર પુરૂષો તેમના દૂધનું શું કરે છે, પરંતુ કેટલાક લોકોએ કહ્યું કે તેઓ તેનો પીવા માટે ઉપયોગ કરે છે. ભારતીય રૂપિયામાં હિસાબ લગાવવામાં આવેતો 29.5 ML (એક ઓંસ) ની કિંમત 80.31 રૂ. થાય છે. રાફાએલા લાંપ્રોઉ અત્યાર સુધીમાં 500 લીટર દૂધ વેચી ચુકી છે જેનાથી તેને 4500 પાઉન્ડની કમાણી કરી એટલે કે 4 લાખ 5 હજાર રૂપિયા. જે તેનો નવતર જ પ્રયોગ છે.

Leave a Reply

Your email address will not be published.