પોર્નોગ્રાફી કેસ બાદ બંગાળી એકટ્રેસે નોંધાવી ફરીયાદ, ડર્ટી ફિલ્મોની ઓફરથી થઇ ગઇ હેરાન-પરેશાન

BOLLYWOOD

નેન્સી ભાભી તરીકે જાણીતી અભિનેત્રી નંદિતા દત્તાની કોલકાતા પોર્ન રેકેટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને તેના સહયોગીઓની ધરપકડનો મામલો હજુ થાળે પડ્યો નથી ત્યાં બંગાળી ફિલ્મ ઉદ્યોગ ટોલીવુડમાં હલચલ મચી ગઈ છે. ડર્ટી ફિલ્મ બનાવવાની વાતને લઇને સોંપો પડી ગયો છે. આ કેસમાં એક બંગાળી ફિલ્મની અભિનેત્રીએ જાદવપુર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી છે.

અભિનેત્રીએ તેને ડર્ટી ફિલ્મ કરવાની ઓફર કરવાની વાતને લઇને પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી છે. બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા (Raj Kundra) પર પોર્ન અને પોર્ન ફિલ્મો બનાવવા માટે કેસ નોંધાયો છે.

બાદમાં કોલકાતામાં પણ ડર્ટી ફિલ્મ (Dirty Films) બનાવવાના કેસમાં આ મોટો ખુલાસો થયો હતો. અભિનેત્રી નંદિતા દત્તા ઉપરાંત પોલીસે ફોટોગ્રાફર મૌનક ઘોષની ધરપકડ કરી છે. ફોટોગ્રાફર શુભંકર દે અને અભિનેતા સ્નેહાશિષ બાલની ધરપકડ કરવામાં આવી છે. તેમને કોલકાતામાં પોર્ન ફિલ્મો શૂટ કરવાની અને પોર્ન સાઇટ્સ પર મૂકવાના આરોપમાં આ તમામની ધરપકડ કરવામાં આવી હતી.

અભિનેત્રી રૂપાનીતા દાસે FIR દાખલ કરી
અભિનેત્રી રૂપાનીતા દાસે આ અંગે જાદવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં અભિષેક દાસ નામની એક વ્યક્તિ સામે આરોપો લગાવવામાં આવ્યા છે. અભિનેત્રી અનુસાર અભિષેક દાસ ઉર્ફે બુબાઈ ઇન્ડસ્ટ્રીનો સભ્ય છે. અભિનેત્રીએ આરોપ લગાવ્યો કે વ્યક્તિએ તેને ફોન પર ખોટો પ્રસ્તાવ આપ્યો.

વાંધાજનક પાત્ર ભજવવાની ઓફર કરી. આવી ઓફર મળ્યા પછી તેણે વિલંબ કર્યો નહીં. તેમણે સીધા જાદવપુર પોલીસ સ્ટેશન જઈને લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ સાથે, અભિનેત્રીએ તેના ફેસબુક એકાઉન્ટમાં સમગ્ર ઘટના શેર કરી ખુલાસો કર્યો હતો.

અભિનેત્રી પ્રત્યુસા પોલે પણ ફરિયાદ નોંધાવી હતી

પોલીસે અભિનેત્રીના આરોપોના આધારે તપાસ શરૂ કરી છે. મનોરંજન જગતમાં અભિનેત્રીઓની સતામણીની આ ઘટના નવી નથી. થોડા દિવસ પહેલા અભિનેત્રી પ્રત્યુષા પોલે લાલબજાર સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સોશિયલ મીડિયા પર ‘દેશર માટી’ સિરિયલની શ્રુતિ દાસ જાતિવાદી ટિપ્પણીઓનો ભોગ બની હતી. તેની ચામડીના રંગ માટે તેની મજાક ઉડાવવામાં આવી હતી. શ્રુતિએ સોશિયલ મીડિયા પર આ ઘટનાનો સખત વિરોધ કર્યો હતો. તેણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *