પોર્ન Queen કહેવાતી જેન્ના… થઇ ગંભીર બીમારીનો શિકાર

GUJARAT

જેન્ના જેમસન જે એક સમયે અમેરિકન એડલ્ટ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતો, તે ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તે એક ખરાબ બીમારીથી પીડિત છે, જેના કારણે તેના માટે યોગ્ય રીતે ચાલવું શક્ય નથી. ભૂતપૂર્વ પોર્ન સ્ટાર જેન્ના એક રોગની ઝપેટમાં છે, જેમાં વ્યક્તિના શરીરની નસો નબળી પડી જાય છે. જેનીના પતિએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.

એક અહેવાલ મુજબ, જેન્ના જેમસન ગુઇલેન-બેરે સિન્ડ્રોમથી પીડિત છે. ખરેખરમાં, તે છેલ્લા કેટલાક દિવસોથી બરાબર ચાલી શકતી નહોતી. આ પછી તેને હોસ્પિટલમાં જવું પડ્યું, જ્યાં તપાસમાં જાણવા મળ્યું કે તે એક દુર્લભ બીમારીથી પીડિત છે. ગુઇલેન-બેરે એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જેમાં ચેતા ક્રમશઃ નબળી પડી જાય છે. 47 વર્ષની જેનાએ ઘણા વર્ષો સુધી એડલ્ટ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું.

જેન્ના જેમસન સંપૂર્ણપણે બેડ પર છે, તેના માટે પોતાની જાતને ખસેડવું પણ મુશ્કેલ બની ગયું છે. જેન્નાના પાર્ટનર લિઓર બિટ્ટને તેની વર્તમાન પરિસ્થિતિનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેઓને 4 વર્ષની પુત્રી પણ છે. લ્યોરે જણાવ્યું કે જેન્નાની માંસપેશીઓ નબળી પડી ગઈ છે, જેના કારણે તે જાતે બાથરૂમ જઈ શકતી નથી. જો તે જાતે આ કરે તો તે પડી જાય છે. તે પોતાની રીતે બિલકુલ ચાલી શકતી નથી.

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ અનુસાર, આ એક પ્રકારનો ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. ગુઇલેન-બેરે સિન્ડ્રોમના લક્ષણો સૌપ્રથમ પગ અને હાથમાં જોવા મળે છે. તેના મુખ્ય લક્ષણોમાં હાથ પગમાં જોવા મળે છે. જે સુન્ન થવા, માંશપેશીઓમાં કમજોરી, દુખાવો, સંતુલન અને સમન્વયની સમસ્યા તેના મુખ્ય લક્ષણોમાં સામેલ છે. આ સિન્ડ્રોમ રોગપ્રતિકારક તંત્રની સમસ્યાને કારણે હોવાનું માનવામાં આવે છે. જેના કારણે શરીર રોગ અને ચેપ સામે લડવામાં અસમર્થ છે. સામાન્ય રીતે, જ્યારે પણ જીવાણુ શરીરમાં પ્રવેશે છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિ તેના પર હુમલો કરે છે. પરંતુ ગુઇલેન-બેરેના કિસ્સામાં આવું થતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *