પૂજામાં અગરબત્તી કરતા રાખો આ વાતનું ધ્યાન, થશે લાભ

about

હિંદુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજામાં અનેક વિભિન્ન સામગ્રીઓ ઉપયોગમાં લેવાય છે. ભગવાનની પૂજા- અર્ચનાના સમયે ધૂપ- અગરબત્તી, કપૂર, દીપક કરાય છે. સામાન્ય રીતે આપણે અગરબત્તી સાથે ભગવાનની પૂજા કરીએ છીએ. કહેવાય છે કે અગરબત્તી કરવાથી પોઝિટિવ એનર્જી રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે. વાસ્તુમાં અગરબત્તી કરવાના વિશેષ નિયમ છે. તો જાણો તમે પણ કે કેવી રીતે અગરબત્તી કરવાથી લાભ થશે.

અગરબત્તી પ્રગટાવવાના ફાયદા

જ્યોતિષના અનુસાર કોઈ દેવતાની પૂજા કરતી સમયે અગરબત્તી કરવાનું શુભ માનવામાં આવે છે. પૂજા કરતી સમયે અગરબત્તીની મહેકથી ઘરનું વાતાવરણ શુદ્ધ થઈ જાય છે. અગરબત્તી પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સચાર થાય છે. આ સાથે તેની મહેકથી દેવતા પણ પ્રસન્ન રહે છે અને તેમની કૃપા પરિવાર પર બની રહે છે.

અગરબત્તીને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. તેને પ્રગટાવવાનું શુભ રહે છે. તેમાંથી નીકળતો ધુમાડો હવાના જીવાણુંનો નાશ કરે છે જે હેલ્થ માટે લાભદાયી છે. વાસ્તુના નિયમ અનુસાર ઘરની દક્ષિણ દિશામાં અગરબત્તી કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

વાંસની અગરબત્તી હોય છે અશુભ

ધાર્મિક શાસ્ત્રોમાં વાંસના ઝાડને શુભ માનવામાં આવે છે. લગ્ન – વિવાહના કાર્યક્રમમાં મંડપ બનાવવામાં વાંસની લાકડીનો ઉપયોગ કરાય છે. આ રીતે અગરબત્તી પણ વાંસની લાકડીથી બને છે. પરંતુ તેનાથી થતી પૂજા અશુભ માનવામાં આવે છે. હિંદુ શાસ્ત્રોના અનુસાર વાંસની લાકડીથી વંશ વૃદ્ધિ થતી નથી. તેનાથી પિતૃદોષ ઉત્પન્ન થાય છે. તેનાથી ઘરની બરકત અટકે છે. આ માટે શાસ્ત્રોમાં વાંસની લાકડીથી બનેલી અગરબત્તી કરવાની મનાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *